મર્ડર:ઘેલખડીમાં યુવાનની ઈજાગ્રસ્ત હાલતમાં લાશ મળતા ચકચાર, હત્યાની આશંકા પણ વ્યક્ત કરાઈ

નવસારી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી નાં ઘેલખડી વિસ્તાર માં રહેતા 23 વર્ષીય યુવાનની નજીકમાં આવેલ મફતલાલ તળાવ વિસ્તારમાં રહસ્યમ્ય સંજોગોમાં  લાશ મળતા ચકચાર મચી હતી.જેની જાણ જલાલપોર પોલીસ ને થતા તેઓ ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી હતી. નવસારીનાં ઘેલખડી વિસ્તારમાં મફતલાલ તળાવ આવેલું છેજેમાં પાણી ન હોય તે સૂકાયેલ હાલત માં છે. આજે સવારે સ્થાનિકો પસાર થતા હોય એક યુવાનની ઈજાગસ્ત હાલતમાં મોત થયેલ  હાલતમાં લાશ મળતા જલાલપોર પોલીસને જાણ કરી હતી જેમાં આસપાસનાં લોકો પણ દોડી આવતા તેઓ એ લાશ નજીકમાં રહેતા વિજય કિશોર નાયકા (ઉવ.25 રહે ભગત ફળિયા ઘેલખડી,નવસારી )નાં હોવાની પુષ્ટિ થઈ હતી.અને પોલીસે વધુ તપાસ કરતા વિજય એકલો રહેતો હતો માછીમારી કરવા જતો હતો અને છેલ્લા ત્રણ માસથી બેકાર હતો અને દારૂ પીવાની ટેવ વાળો હોય એક દિવસ પહેલા ઘરે થી નીકળી ગયો હતો અને આજે તેની લાશ મફતલાલ તળાવ પાસે મળતા તેના શરીર ઉપર ઈજા થયેલ હાલતમાં મળતા હત્યાની આશંકા પણ વ્યક્ત કરી હતી,વધુ તપાસ હેકો અલ્પેશ નવનીત કરી રહ્યા છે.
માથામાં ઈજાથી મોત થયાનો પ્રાથમિક રિપોર્ટ
વિજય નાયકા નામના ઇસમની લાશ મળતા જે બાબતે તપાસ કરતા તે એક દિવસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો.દારૂ પીવાની ટેવવાળો અને એકલો જ રહેતો હોવાનું ખુલ્યું હતું.પ્રાથમિક તપાસમાં મૃતકનું દીવાલ પરથી પડી જવાથી મૃતકનાં માથાનાં ભાગે ઈજા થતા મોત થયું હશે. > અલ્પેશ નવનીત ભાઈ, અહેકો, જલાલપોર પોલીસ.

અન્ય સમાચારો પણ છે...