તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:દાંડીયાત્રામાં હાજરી આપનાર મંત્રી વસાવા કાેરાેના સંક્રમિત

નવસારી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવસારીમાં મંચ પર મંત્રી વસાવા સાથે સિક્કિમના CM, કલેક્ટર, DDO હાજર હતા
 • મંંત્રી ગણપતભાઇ વસાવાઅે ટ્વીટ કરી કહ્યું મારા સંપર્કમાં આવેલા તમામ લોકો કાળજી લેજાે

નવસારીમાં દાંડીયાત્રામાં સરકારનું પ્રતિનિધિત્વ કરતા આદિજાતિ અને મહિલા વિકાસ મંત્રી ગણપત વસાવાએ પણ હાજરી આપી હતી. જેમાં લુન્સીકૂઈ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સિક્કિમના સીએમ અને અગ્રણીઓએ હાજરી આપી હતી. બીજા દિવસે ગણપત વસાવાએ એક ટ્વીટ કરી પોતે પોઝિટિવ આવ્યા હોય હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થનાર હોવાની માહિતી આપતા ચકચાર મચી ગઇ છે. પોતાની સાથે જેમનો સંપર્ક થયો હોય તેમણે પોતાનો કોરોના બાબતે રિપોર્ટ માટે અપીલ પણ કરી હતી.

જેમાં 3જી એપ્રિલે સાંજે લુન્સીકૂઈ મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મંત્રી ગણપત વસાવા, સિક્કીમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ તમાંગ, કલેકટર આદ્રા અગ્રવાલ, ડીડીઓ પરિક, જિ. પં.ના પ્રમુખ ભીખુભાઇ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ પરેશ કાસુંદ્રા, પૂર્વ કેબિનેટ મંત્રી મંગુભાઇ પટેલ, સિક્કિમ ક્રાંતિકારી મોરચાના સભ્ય, નવસારી-વિજલપોર પાલિકા પ્રમુખ જીગીશ શાહ, સહિત 18થી વધુ મંચસ્થ હતા. જેને લઇને ગણપત વસાવાનું ટ્વીટના કારણે દોડતા કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો