પરંપરાગત ધાન્ય પાકની જાગૃતિ:ભારત દેશ પહેલા ઋતું મુજબ ધન્ય અરોગતું હતું પણ સમયના વ્હેણમાં ઘઉ ચોખાએ મુખ્ય ખોરાક બનતા પરંપરાગત ધાન્ય માગે જાગૃતિ લાવવા સેમિનાર યોજાયો

નવસારી14 દિવસ પહેલા

હલકાં ઘાન્યપાકો અંગે ખેડૂતો અને લોકોને જાગૃત કરવા માટે એક દિવસ્ય સેમિનાર કૃષિ યુનિવર્સિટીના ખાતે યોજાયો હતો. નવસારી કૃષિ યુનિવર્સીટીનાં કુલપતિ ડો ઝેડ પી પટેલના અધ્યક્ષતામાં નવસારી એન એમ કૃષિ કોલેજ પ્રગતિશીલ ખેડૂત,કૃષિ વેજ્ઞાનિક હાજર રહ્યા હતા.હલકા ધાન્ય પાકનાં સંસોઘન, પ્રક્રિયાકરણ અને મૂલ્યવર્ધન સાથે પાક લેવા અંગે કૃષિ તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું હતું.

10 વર્ષમાં ચોમાસાની ખેતીમાં ગુજરાતમાં મોટા પરિવર્તનો આવી ગયા છે. જે મોટા ભાગે હવામાન પરિવર્તન અને ભાવ ફેરના કારણે હોવાનું અનુમાન ખેડૂતોનું છે. એક તો એ કે વાવેતર વિસ્તાર ઘટી રહ્યો છે.વર્ષો અગાઉ બંટી, નાગલી, હોમલી, કાંગ, કુરી, કોદરા, બાવટો, રાજગરો, વારી, છીણા, જેવા 30 જેટલાં બરછટ અનાજ પેદા કરવામાં આવતાં હતા. બાજરી, જુવારની જાતોની સ્થાનિક પેટા જાતો પારવાર હતી. આવી હજારો જાતો નાશ પામી છે. હરિયાળી ક્રાંતિ, સામાજિક, આર્થિક અને હવામાન ફેરફારના કારણે આવી જાતોનું સર્વનાશ થઈ રહ્યું છે. ગુજરાતના લોકો આ પરંપાગત અનાજ છોડીને ચોખા અને ઘઉંને સાવ મુખ્ય ખોરાક બનાવી દીધો છે. તેથી ચોખાનું ઉત્પાદન 125 અને ઘઉંનું ઉત્પાદન 300 ટકા જેવું વધ્યું છે. 60 વર્ષ પહેલા આ 30 ધાન્યોનો ખોરાક 40 ટકા હતો જે 2006માં 21 ટકા અને 2020માં 11 ટકા થઈ ગયો છે. કૃષિ વિજ્ઞાનીઓ માને છે કે 50 વર્ષમાં આ બધી પરંપરાગત અનાજની જાતો લુપ્ત થઈ જશે. આ બદલાવ ખેતીને સમૃદ્ધ કરશે પણ ગુજરાતના લોકોના આરોગ્યને ખરાબ કરશે. રાગી, કાંજી જેના શ્રેષ્ઠ પાક હવે લુપ્ત થઈ રહ્યાં છે.

આ સેમિનારમાં દક્ષિણ ગુજરાતના ડુંગરાળ આદિવાસી વિસ્તારનાં ખેડૂતોએ ઉપસ્થિત રહ્યા હતા. હલકાં ધાન્યપાકોમાં જુવાર, બાજરી, કોદરા, નાગલી, બંટી, વરી, કાંગ, સામો અને રાજગરો વગેરે છે. આ પાકોનું વાવેતર દક્ષિણ ગુજરાતના ડુંગરાળ આદિવાસી વિસ્તારનાં જિલ્લાઓમાં વધારે થાય છે. આ પાકો આદિવાસી લોકોના મુખ્ય ખોરાક છે. હલકાં ધાન્ય પાકમાં સંસોઘન. પ્રકિયાકરણ અને મૂલ્યવર્ધન પર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હલકા ધાન્ય પાકથી થતા લાભ તથા પાક લેવા અંગે કૃષિ તજજ્ઞોએ ઉપયોગી માહિતી આપી હતી. અને આ સેમિનારમાં ઉપસ્થિત વૈજ્ઞાનિકોને પ્રશ્નોત્તરી દ્વારા ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. આ બદલાવ ખેતીને સમૃદ્ધ કરશે સાથે લોકોના આરોગ્યને પણ સુધારવામાં મદદરૂપ થશે રાગી, કાંજી જેવા શ્રેષ્ઠ પાક હવે લુપ્ત થઈ રહ્યાં છે. તેને બચાવવા માટે સમજે જગૃત થવું પડશે.

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે હલકાં ધાન્ય પાર્કમાં સંસોઘન. પ્રકિયાકરણ અને મૂલ્યવર્ધન પર ખેડૂતોમાં જાગૃતિ લાવવા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને હલકા ધાન્ય પાકોની ભલામણ થયેલ તક્નીકો અપનાવી આર્થિક રીતે પગભર થવાની સલાહ આપી. તેમણે કહ્યુ કે આપણે રોજિંદા આહારમાં હલકા ધાન્ય અપનાવવા જોઈએ .આ ઉપરાંત સગર્ભા મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ માટે હલકા ધાન્યપાકોનું આહારમાં મહત્વ સમજાવ્યુ હતું.તેમણે હવામાનને અનુકૂળ જાતો તેમજ તક્નીકોનો હલકા ધાન્ય પાકોમાં ઉપયોગ કરવાની ખેડૂતોને સલાહ અને ધાન્યપાકોનું મહત્વ અને અગત્યની જાતો વિશે નવસારી કૃષિ યુનિવર્સીટીનાં કુલપતિ ડો ઝેડ પી પટેલે માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે નાબાર્ડના બી કે સમાંત રાય, કૃષિ રીસર્ચ અને ડિરેકટર ડો. ટી.આર.અહલાવત, એન એમ કૃષિ કોલેજનાં આચાર્ય ડો, આર એમ નાયક, કૃષિ ઇજનેરી વિભાગ એન એમ કોલેજનાં પ્રોફેસર પી આર પાંડે, ડો મંજુશ્રી સિંહ, ડો, ઓ યુ વાદવિયા, ડો રીના કુમારી, ડો પી કે પરમાર સાથે કૃષિ તજજ્ઞો, વિધાર્થીઓ અને સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...