રોષ:માગ પૂરી ન થાય તો અચોક્કસ મુદતની હડતાળ

નવસારી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવસારી જિલ્લામાં મંગળવારથી તલાટીઓની હડતાળ શરૂ. - Divya Bhaskar
નવસારી જિલ્લામાં મંગળવારથી તલાટીઓની હડતાળ શરૂ.

રાજ્યમાં વિવિધ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓની પડતર માગોને લઈ સરકારમાં રજૂઆત કરી હતી. સરકારે લોલીપોપ આપતા હવે રાજ્યના તલાટી મંડળ દ્વારા 2 ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા છે.

મંગળવારે હડતાળનો પ્રથમ દિવસ હોય 168થી વધુ તલાટીઓ ચીખલીમાં આવેલા એક હોલમાં ભેગા થઈ સરકાર તેમની પડતર માગો ત્વરિત પુરી પાડો અને સરકારની હાય હાય બોલાવી હતી. નવસારી તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ કેતન પટેલે જણાવ્યું કે તેમની માગો પુરી નહીં થાય તો અચોક્ક્સ મુદતની હડતાળ પર ઉતર્યા છે. જો સરકાર અમારી માગ નહીં સંતોષે તો કોઈ પણ અસુવિધાઓ ઉભી થાય તો તેની તમામ જવાબદારી વહીવટી તંત્રની રહેશે.

અન્ય સમાચારો પણ છે...