તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝડપી કાર્યવાહી જરૂરી:RT-PCRનું રિઝલ્ટ લેટ થતાં સંક્રમણનો વધતો ભય

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુરતની આઇસીએમઆર લેબમાંથી આવતો રિપોર્ટ હવે 72 કલાક પછી પણ નહીં

નવસારીમાં રોજેરોજ રેકોર્ડ બ્રેક કેસો નોંધાઇ રહ્યાં છે. આવામાં કોરોના ટેસ્ટ કરાવનાર લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. તંત્ર રેપિડ અને આરટીપીસીઆર ટેસ્ટ કરે છે. રેપિડ ટેસ્ટમાં પરિણામ 1 કલાકની અંદર આવી જતું હોય છે, જ્યારે આરટીપીસીઆરમાં 24 કલાકનો સમય લાગે છે. આરટીપીસીઆર ટેસ્ટનું પરિણામ નવસારી ખાતે કરવામાં આવતું નથી, જેને કારણે સેમ્પલ સુરત મોકલવામાં આવે છે. સુરત ખાતે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની લેબમાં આરટીપીસીઆર સેમ્પલનો ટેસ્ટ થયા બાદ ત્યાંથી નવસારી રિપોર્ટ આવે છે અને જેતે વ્યક્તિને તેનો રિપોર્ટ પોઝીટીવ છે કે નેગેટીવ તેની જાણ કરવામાં આવે છે.

આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ પહેલા 24 કલાકમાં સુરતથી આવી જતો હતો, પણ કેસો વધવાને કારણે રિપોર્ટ આવવામાં 72 કલાક કે તેનાથી પણ વધુનો સમય થઇ રહ્યો છે. પહેલા 24 કલાકમાં આવતા રિપોર્ટથી સંક્રમિત વ્યક્તિને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવાની શરૂ કરી દેવામાં આવતી હતી. હાલની ગંભીર સ્થિતિમાં કોરોનાના વધતા કેસો વચ્ચે આરટીપીસીઆરના રિપોર્ટ 72 કલાક કે તેથી વધુ સમયમાં આવતા સંક્રમિત હોય તેને સારવાર મળવામાં વિલંબ પણ થઇ રહી છે. યોગ્ય સમયે સારવાર ન મળવાને કારણે વ્યક્તિના જીવને પણ જોખમ થઇ શકે છે. ટેસ્ટ કરાવનારા લોકો અને તેમના પરિજનો રિપોર્ટ જલ્દી ન આવતા અસમંજસની સ્થિતિમાં મુકાયા છે.

સુરતમાં વધેલા અસંખ્ય કેસોની અસર નવસારીમાં પણ થઇ રહી છે. સુરતના કેસોને કારણે નવસારીના આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ સમયસર આવી રહ્યાં નથી. હાલનો સમય ખૂબ જ ગંભીર છે અને ટેસ્ટના રિપોર્ટમાં વિલંબને કારણે નજીકના દિવસોમાં નવસારીની પરિસ્થિતિ વણસી શકે છે. તંત્ર તથા અધિકારીઓએ આ બાબતે ગંભીરતા દાખવી પહેલાની જેમ 24 કલાકમાં પરિણામ મળે તેની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવી જોઇએ.

વિદેશ કે અન્ય રાજ્યમાં જનારાની હાલત કફોડી
સરકારે વિદેશ કે અન્ય રાજ્યમાં પ્રવેશ કરવા 72 કલાકની અંદરનો જ આરટીપીસીઆર ટેસ્ટ માન્ય ગણે છે. હાલની પરિસ્થિતિમાં ટેસ્ટ રિપોર્ટ આવતા 72 કલાક કે તેથી વધુનો સમય લાગે છે. આવી સ્થિતિમાં જેમની ફ્લાઇટ અથવા ટ્રેનની ટિકીટ હોય તો તેમની ફ્લાઇટ કે ટ્રેનની ટિકીટ કેન્સલ કરાવવાની સ્થિતિ ઉદભવે છે. ઉપરાંત નવસારીમાં ગણતરીની લેબો છે તેમાં પણ ઘણી લેબોમાં માત્ર રેપિડ ટેસ્ટની જ સુવિધા છે. આ કારણે લોકોને સુરત લેબમાં ટેસ્ટ કરાવવા જવો પડે છે. સુરતમાં પણ કેસો વધારે હોવાને કારણે ટેસ્ટ રિપોર્ટ 48 કલાક કે 72 કલાક બાદ જ આપવાનું કહેવમાં આવે છે.

રાજ્યસ્તરે અને સુરત ખાતે વાત કરી છે
આ બાબતે રાજ્ય લેવલે તથા સુરત લેબ ખાતે મારી વાત થઇ છે. ટૂંકાગાળામાં જ આ સિસ્ટમમાં સુધારો કરવામાં આવશે. જેથી સંક્રમણમાં ઘટાડો થવાની શક્યતા છે.> ડો. મેહુલ ડેલીવાલા, એપેડેમિક ઓફિસર, નવસારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો