તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીજન્ય રોગચાળો:શહેરના ઠક્કરબાપા વાસમાં નળ વાટે દૂષિત પાણી આવતું હોવાના કારણે ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો

નવસારી7 દિવસ પહેલા
  • સ્થાનિકોના મતે આ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના 10થી વધુ કેસ

ચોમાસાની શરૂઆત થઇ નથી ત્યાં શહેરના પછાત વિસ્તારોમાં પીવાના પાણીની અને ગટરની લાઈન મિક્ષ થતા નળ વાટે દુષિત પાણી આવતા 10 જેટલા લોકોને ઝાડા-ઉલટી ની ફરિયાદ સામે આવી છે. નવસારી શહેરના ઠક્કરબાપા વાસ અને વોર્ડ નંબર ત્રણ માં સમાવિષ્ટ વિસ્તારમાં દસ જેટલા લોકોને છેલ્લા બે દિવસથી ઝાડા-ઊલટીની ફરિયાદ સામે આવી છે.

છેલ્લાં ઘણા સમયથી આ વિસ્તારમાં પાલિકા દ્વારા ઉપલબ્ધ થતા પીવાની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થતા પાણીમાંથી દૂષિત વાસ મારતું આવે છે,જે મોઢા માં નાખતા જ દુર્ગંધ આવે છે.સ્થાનિક રહેવાસી નટવર ભાઈ સોલંકીના જણાવ્યા મુજબ નળ માં આવતું પાણી મોઢામાં પણ નાખી શકાય નહીં તે હદે વાસ મારે છે.

લાંબા સમયથી અહીં ઝાડા-ઊલટી અને માંદગીના કેસોમાં વધારો થયો છે હાલમાં જ તેઓ એક યુવતીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી છે તેવી વાત કરી હતી આ મામલે તેમણે સ્થાનિક નગરસેવકને પણ જાણ કરી છે તેવો ખુંલાસો કર્યો હતો. આ વિસ્તાર વોર્ડ નંબર ત્રણ માં આવે છે જેના નગરસેવક પ્રતીક્ષા રાઠોડ ના ઘરે પણ અનેક લોકો ફરિયાદ લઈને પહોંચી રહ્યા છે તેમને આ મામલે અને ડ્રેનેજ ખાતાને પણ જાણ કરી હોવાની વાત કરી હતી.

પછાત વિસ્તારોમાં રહેતા મધ્યમવર્ગીય લોકોને હાલ ઝાડા-ઊલટી થતાં તેમને સારવાર લઈ રહ્યા છે. જેથી આ મામલે પાલિકા સક્રિય બનીને ડિફોલ્ટ વાળી લાઇન ને દુરસ્ત કરી આ વિસ્તારને પીવાનું પાણી સ્વચ્છ મળે તે અંગે કામગીરી થાય તેવી માંગ ઉઠી છે ચોમાસું આવે તે પહેલા આ વિસ્તારમાં લોકોને સ્વચ્છ પીવાનું પાણી મળે તે પણ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...