તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:અનુ.જાતિ, જનજાતિના છાત્રો માટે આવક મર્યાદા 2.50 લાખથી વધારી 10 લાખ કરો

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્ઞાતિ નિર્મૂલન સમિતિ દ્વારા સરકારને કરવામાં આવેલી લેખિત રજૂઆત

જ્ઞાતિ નિર્મૂલન સમિતિના એડવોકેટ પરેશ વાટવેચા, જિલ્લા સંયોજક મનુભાઇ રોહિત, સહ સંયોજક સંજય પરમાર, દ્વારા સરકારને રજૂઆત કરતા જણાવ્યું કે, અનુસૂચિત જાતિ અને જનજાતિના છાત્રો માટે શૈક્ષણિક ફી-શિષ્યવૃતિની વાર્ષિક આવક મર્યાદા 2.50 લાખ છે. જેમાં સરકારના નિયમ મુજબ દર બે વર્ષે તેની સમીક્ષા કરીને તેમાં વધારો કરવાનો હોય છે, પરંતુ સરકાર દ્વારા અનુસૂચિત જાતિની વાર્ષિક આવકમર્યાદા બાબતે છેલ્લા કેટલાય વર્ષોથી કોઇ સમીક્ષા કરાઇ નથી. તેમની શૈક્ષણિક લાભોની વાર્ષિક આવકમર્યાદામાં કોઇ વધારો કરાયો નથી.

જ્યારે છેલ્લા 10-12 વર્ષમાં મળેલા પગારપંચના કારણે સામાન્ય 4 વર્ગના કર્મચારીના પગારની વાર્ષિક આવક મર્યાદા પણ 2.50 લાખથી વધી જાય છે, જેના કારણે અનુ. જાતિના વિદ્યાર્થીઓ કેટલાય વર્ષોથી આ આવક મર્યાદાને લીધે શૈક્ષણિક શિષ્યવૃતિના લાભથી વંચિત રહે છે. આ કારણસર અનુ. જાતિના છાત્રો અભ્યાસમાં ઉચ્ચ ટકાવારી લાવવા છતાં આવક મર્યાદાના કારણે ઉચ્ચ શિક્ષણની સંસ્થામાં શિષ્યવૃતિના લાભ નહી મળી શકવાના કારણે ઉચ્ચાભ્યાસથી વંચિત રહી જાય છે, કે પછી તેમને અધવચ્ચેથી અભ્યાસ છોડવા મજબુર થવું પડે છે.

જ્યારે ઘણીવાર મેરીટ હોવા છતાં પણ આવક મર્યાદાના કારણે તેમની પસંદગીથી વિપરીત અભ્યાસક્રમમાં પ્રવેશ લેવાની ફરજ પડે છે. છેલ્લે ઓબીસી અને બિનઅનામત વર્ગના, આર્થિક પછાત વર્ગોના છાત્રોની આ પ્રકારની શૈક્ષણિક લાભની યોજનાનની વાર્ષિક આવક મર્યાદા 8 લાખની કરવામાં આવી છે જે સરકારની વિસંગતતા જાહેર કરે છે.

અન્યાય દૂર કરવા અનુરોધ કરાયો
આવક મર્યાદાના છાત્રોને અન્યાયની રજૂઆતને ધ્યાને લઇને ગુજરાતના અનુ.જાતિના છાત્રોની શૈક્ષણિક ફી- શિષ્યવૃતિના લાભ લેવાની વાર્ષિક આવક મર્યાદા વધારીને ઓછામાં ઓછી 10 લાખ સુધીની કરવા માટે અનુ. જાતિના છાત્રોને થતા આ અન્યાયને દૂર કરવા સરકારને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે. > પરેશ વાટવેચા, એડવોકેટ અને સંયોજક

અન્ય સમાચારો પણ છે...