તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:અધુરપ અને ગર્વ-અભિમાને વિશ્વભરમાં અશાંતિ ફેલાવી છે

નવસારી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મનુષ્ય ઓળખના બધા જ બાહ્ય માપદંડોને કાયમી માની લેવાથી પ્રાચીન કાળથી વિશ્વમાં અશાંતિ-યુદ્ધો થતા રહ્યા, થાય છે અને થતા રહેશે. અક્ષરમ અહમ પુરૂષોત્તમ દાસોસ્મિ-અક્ષર એવો હું પુરૂષોત્તમનો દાસ છું. મંત્ર આત્મસાત કરવામાં આવે તો અધુરપ અને ગર્વ-અભિમાનના ભુક્કા બોલી જશે અને વિશ્વમાં શાશ્વત શાંતિ સ્થાપી શકાશે. પૂ. મહંતસ્વામી મહારાજે આ દીક્ષા મંત્ર આપી માનવજાત ઉપર મોટો ઉપકાર કર્યો છે. અક્ષર એવો હું પુરૂષોત્તમનો દાસ છું. એજ આપણી સાચી ઓળખ છે.

જે દિવસે માનવજાતને આ મંત્ર સમજાશે તે દિવસે હતાશા-નિરાશા, અધુરપ, ઈર્ષા, ગર્વ દૂર થશે અને યુદ્ધો થતા અટકી જશે-વિશ્વમાં શાંતિ સ્થપાશે. ઉપરોક્ત શબ્દો બાપ્સના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્ર વ્યાખ્યાનમાળાના 13મા દિવસે ઓનલાઈન વક્તવ્ય આપતા ઉચ્ચાર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોતાને દેહરૂપ નહીં કિંતુ અક્ષરબ્રહ્મ-બ્રહ્મરૂપ સમજે તો અધુરપ-અસંતોષ તથા ગર્વ-અભિમાન-હુપણુ એમ બંનેથી બચી જવાશે. આપણે આપણુ સાચુ સ્વરૂપ-આત્મારૂપ, અક્ષરરૂપ સમજાવાથી આપણે સ્થિર, સંતુલિત અને સંઘર્ષમુક્ત જીવન જીવી શકીશું. પૂ. મહંતસ્વામીએ આ મંત્ર આપી આપણને ભયમુક્ત બનાવી દીધા છે.

દુર્યોધનથી પાંડવોના રાજ્યની જાહોજલાલી સહન ન થઈ અને તે પડાવી લેવા જુગારમાં હરાવ્યા. મહાભારતનું યુદ્ધ થયું તેમાં કૌરવકાળનો નાશ થયો તેમજ લાખો હણાયા. રાવણના અભિમાન-ગર્વ-સીતાહરણને કારણે રામાયણ સર્જાયું. રાવણ સહિત લાખો હણાયા હતા. પ્રમુખસ્વામી મહારાજના જાહેરમાં અપમાનો પણ થયેલા છતાં તેઓના મોં ઉપર કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. અપમાન કરનારા પ્રત્યે પણ પ્રમુખસ્વામી મહારાજને કોઈ અભાવ-અવગુણનો ભાવ ન હતો. પ્રમુખસ્વામીબાપા સ્થિતપ્રજ્ઞ રીતે વર્ત્યા હતા. ભગતજી મહારાજને તો વિમુખ કરાયેલા છતાં તેમને એની કોઈ અસર થઈ ન હતી કેમકે તેઓ પોતાને ત્રણ દેહથી પર આત્મારૂપ-અક્ષરરૂપ સમજતા હતા. પૂ. મહંતસ્વામી મહારાજ પણ નિંદા, ટીકા, અપમાન કરનારાનો કોઈ અભાવ-અવગુણ લેતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો