શિક્ષણ:નવસારી સહિત દ. ગુજ.માં યુનિ.ની આર્ટ્સ વિભાગની પરીક્ષા શરૂ

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ સેમેસ્ટર-3ની પરીક્ષા, દિવાળી બાદ સેમ-1 અને 5
  • ઓનલાઈન પરીક્ષા બાદ હવે OMR પદ્ધતિથી પરીક્ષા

નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 11મી ઓકટોબરના રોજથી આર્ટ્સ ફેકલ્ટીની પરીક્ષાની પરીક્ષાનો આરંભ થશે. જેમાં 30થી વધુ કોલેજના 7 હજારથી વધુ છાત્રો પરીક્ષા આપશે. જોકે હાલ સેમેસ્ટર-3ની પરીક્ષા લેવાશે. જોકે કોમર્સ વિભાગમાં સેમેસ્ટર-3ની પરીક્ષા 7મી ઓકટોબરના રોજથી શરૂ થઈ ગઈ છે. આ પરીક્ષા ઓ.એમ.આર પદ્ધતિથી લેવાશે.કોરોના મહામારી દરમિયાન વીર નર્મદ યુનિવર્સિટીમાં કેટલીક પરીક્ષા રદ કરાઈ હતી. કેટલીક પરીક્ષા ઓનલાઈન લેવાઈ હતી.

હવે કોરોનાની અસર ઘટી જતાં વીર નર્મદ યુનિવર્સિટી સુરત દ્વારા પહેલા ઓનલાઈન પરીક્ષા લેનાર હતી પણ સિન્ડિકેટના સભ્યોના વિરોધના કારણે લેખિતમાં પરીક્ષા લેવાનું નક્કી કરાયું હતું. જોકે તે પણ બહુલક્ષીય પ્રશ્નપત્રો મુજબ એટલે કે ઓ.એમ.આર. મુજબ પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે.

નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આર્ટ્સ ફેકલ્ટીની સેમેસ્ટર-3ની પરીક્ષા 11મી ઓકટોબરના રોજ થી લેવામાં આવશે. જોકે બીકોમ સેમેસ્ટર-3ની પરીક્ષા 7મી ઓકટોબરથી શરૂ થયાનું આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચોવીસી નવસારીના પ્રા.રાઘવેન્દ્રસિંહ સિંઘે જણાવ્યું હતું.

યુનિવર્સિટી પરીક્ષાને લગતી મહત્વની સૂચના
B.A. SEM-3ની યુનિવર્સિટી પરીક્ષા 11 ઓકટોબરથી શરૂ થાય છે. પરીક્ષા MCQ બેઇઝડ ઓફ્લાઈન લેવાશે. OMR sheetમાં કાળજીપૂર્વક વિગત ભરવાનું રહેશે. કોઈપણ સંજોગોમાં બીજી OMR sheet આપવામાં આવશે નહીં. આ માટે વિચારી ને OMR sheet પર વિગત ભરવાનું રહેશે. દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષા ખંડમાં હોલ ટિકિટ અને બોલપેન લઈને બેસવું એના સિવાય અન્ય કોઈપણ પ્રકારના સાહિત્ય કે મોબાઇલ લઈને બેસવું નહીં. OMR SHEET પર કાળજીપૂર્વક વિગત ભરવાનું હોય દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષાના સમય કરતાં 30 મિનિટ પહેલા જે તે કેન્દ્ર ઉપર હાજર રહેવા કોલેજના સંચાલકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...