• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Incha.Range IG Navsari Reached Navsari To Get Information About The Route Of Ganesh Visharan, Along With The Official Personnel, Foot Patrol Exercise.

ફૂટ પેટ્રોલિંગ:ગણેશ વિસર્જનના રૂટની માહિતી મેળવવા ઈંચા.રેન્જ IG નવસારી આવી પહોંચ્યા,અધિકારી કર્મચારીઓએ સાથે ફૂટ પેટ્રોલિંગની કવાયત

નવસારીએક મહિનો પહેલા
  • વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસે કવાયત હાથ ધરી

નવસારી જિલ્લામાં આગામી દિવસોમાં ગણેશ વિસર્જન આવી રહ્યું છે ત્યારે વિસર્જનના રૂટ ની માહિતી લેવા માટે આજે ઇન્ચાર્જ રેન્જ I.G. સૌરભ તોલંબિયા નવસારી આવી પહોંચ્યા હતા અને જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક સહિત પોલીસ કર્મચારીઓ સાથે ટાવરથી લઈને વિરાવળ ગામમાં આવેલા ઓવારા સુધી ફૂટ પેટ્રોલિંગ ની કવાયત કરી હતી.

રેન્જ આઈ જી દ્વારા રૂટમાં આવતા દુકાનોના વેપારીઓ સાથે પણ વાતચીત કરી હતી અને કોઈ મુશ્કેલી હોય તો તે જણાવવા માટે કહ્યું હતું વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરીને વિસર્જન નાં બંદોબસ્ત અંગેની તકેદારીના પગલાં લીધા હતા.વર્ષોથી નવસારી જિલ્લામાં વિસર્જન વેળા કૌમી એખલાસ અને શાંતિપૂર્ણ રીતે વિસર્જન પ્રક્રિયા પૂર્ણ થાય છે.ત્યારે નવસારી ગણેશ વિસર્જન રૂટની ઝીણવટભરી માહિતી રેન્જ I.G એ મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...