કમોસમી વરસાદી કહેર:ગણદેવી તાલુકામાં પાછોતરા વરસાદે ચીકુના પાકની ગુણવત્તા બગાડી, એક્સપોર્ટ ક્વોલિટીના ચીકુના ભાવ ઓછા મળવાની સંભાવના

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા લાંબા સમયથી નવસારીથી ઉત્તર ભારત જતા ચીકુને વરસાદથી ગ્રહણ લાગે છે

નવસારી જિલ્લામાં ચીકુનો પાક મોટા પ્રમાણમાં થાય છે, ત્યારે પાછોતરા વરસાદને પગલે ખેડૂતોએ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પાછોતરા વરસાદે ચીકુના પાકને મોટું નુકશાન પહોંચાડ્યું હોવાનું ખેડૂતો પાસેથી જાણવા મળ્યું છે.

નવસારી શહેર સહિત જિલ્લામાં પાછલા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જોવા મળ્યો તેમા હતો. ખાસ કરીને ગણદેવી તાલુકામાં પાછોતરા વરસાદના કારણે ખેડુતોને ભારે નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે. ચીકુનો પાક તૈયાર થતો હોય અને તેમાં ભારે ગરમી કે કમોસમી વરસાદ પડે તો જીવાત પડવાની સાથે ફુલ પર પાક આવતો જ નથી. તો બીજી તરફ પાછોતરા વરસાદને કારણે ચીકુ કાળા પડી જવાની શક્યતાઓ પણ વધી જાય છે.

અમલસાડ, ગણદેવી વિસ્તારોમાં ચીકુનો પાક લેતા ખેડુતોના જણાવ્યા મુજબ આ વખતે હજુ પણ વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે. તેમા પણ આ સપ્તાહની શરૂઆતમાં પડેલા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાવા સાથે વૃક્ષ પર લાગેલા ચીકુ પર પણ પાણી પડતા પાક તુટી જવાની કે કાળા પડવાની સંભાવનાઓ વધી ગઇ છે. નવસારી જિલ્લાના અમલસાડ મંડળીમાંથી ગુણવત્તા યુક્ત ચીકુ દિલ્હી અને પંજાબ અને રાજસ્થાન સુધી રોજે રોજ ટ્રકોમાં જતા હોય છે. આ વિસ્તારના ચીકુની માંગ દિલ્હી, મુંબઇ જેવા શહેરોની સાથે કેનિંગ ફેક્ટરી કે જેઓ ચીકુના પાકમાંથી બાય પ્રોડક્ટ તૈયાર કરતા હોય તેઓ પણ મોટા પ્રમાણમાં ચીકુની ખરીદી થતી હોય છે. ત્યારે આ વરસાદના કારણે ચીકુના પાકને મોટુ નુકસાન થવા પામ્યુ છે.

સહકારી મંડળીના જણાવ્યા મુજબ વેપારીઓ મોટી સાઈઝના ચીકુની માંગ કરતા હોય છે.પંરતુ વરસાદના કારણે ચીકુનો પાક નાનો ઉતરવા સાથે પાણી પ્રસરી જતા ચીકુ મોટા થયા નથી. જેના કારણે ચીકુનો પાક અડધો થવાની સંભાવનાઓ જોવાય રહી છે. ત્યારે ખેડુતોએ સરકાર પાસે મદદની માંગ કરી છે. ખાસ કરીને નાના ખેડુતો ચીકુ અને કેરીનો પાક લેવા હોય છે. તેમને મોટું નુકસાન પહોંચ્યું છે.

અન્ય સમાચારો પણ છે...