શુભેચ્છા:નવસારી હાઈસ્કૂલના બે છાત્રને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહક ઈનામ

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી કેળવણી મંડળ સંચાલિત શેઠ એચ.સી. પારેખ નવસારી હાઈસ્કૂલ તથા સીમા પટેલ ઉ.મા. વિભાગના ધો. 12 વિજ્ઞાન પ્રવાહના જેનિશ શર્માએ અ.જા. (એસસી) વિભાગમાં જિલ્લામાં 84.15 ટકા ગુણ સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરતા તથા ધો. 12 સા.પ્ર.ના સાહિલ દાફડાએ 79.60 ટકા ગુણ સાથે જિલ્લામાં એસસી કેટેગરીમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરતા આ બંને વિદ્યાર્થીને ગુજરાત રાજ્ય આ.જા. કલ્યાણ વિભાગ દ્વારા ખાસ પ્રોત્સાહક ઈનામ યોજના અંતર્ગત પ્રોત્સાહક ઈનામ પ્રાપ્ત થનાર હોવાનું નિયામકની કચેરી (અ.જા.) દ્વારા જાહેર કરાયું છે.

આ બંને વિદ્યાર્થીઓએ શાળાનું નામ રોશન કર્યું છે. જીજ્ઞેશ શર્મા તબીબે ક્ષેત્રે અને સાહિલ દાફડા એમએસસી આઈટી ક્ષેત્રે કારકિર્દી બનાવશે તેવું પણ જાણવા મળ્યું છે. આ બંને વિદ્યાર્થીને સંસ્થાના પ્રમુખ ગિરીશભાઈ દેસાઈ, ઉપપ્રમુખ ઠાકોરભાઈ નાયક, મંત્રી તુષારકાંત દેસાઈ, આચાર્ય રાજેષભાઈ ટંડેલ, કારોબારી સભ્યો અને શાળા પરિવાર તરફથી અભિનંદન સહ શુભેચ્છા પાઠવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...