તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી પ્રચાર:નવસારીમાં NCPના પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન, મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાં પટેલ હાજર રહ્યા

નવસારી10 દિવસ પહેલા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. રાજ્યની બે મુખ્ય પાર્ટી ભાજપ અને કોંગ્રેસની જેમ એનસીપી પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉત્સાહ સાથે પ્રચાર કરી રહ્યું છે. નવસારીમાં પ્રચાર માટે એનસીપી દ્વારા પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નવસારીમાં વોર્ડ નં. 6માં શરૂ કરવામાં આવેલા પ્રચાર કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ હાજર રહ્યાં હતા.

નવસારીમાં વોર્ડ નંબર 6માં ઉમેદવારી કરી રહેલા ઉમેદવાર પોતાની પેનલમાં ઉત્સાહ વધારવા માટે જૂનાથાના ખાતે પ્રચાર કાર્યાલયની શરૂઆત કરી છે. કાર્યાલયનું ઉદ્ઘાટન કરતી વખતે રેશમા પટેલે ઉમેદવાર અને પક્ષના કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. સાથે જ પોતાની પાર્ટી પ્રજા લક્ષી હક્ક માટે કામ કરી રહી હોવાની વાત કરી હતી.

મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર

વોર્ડ નંબર 6ની વાત કરવામાં આવે તો આ વિસ્તાર મુસ્લિમ બહુમતીવાળો વિસ્તારમાં છે. અહીં મુસ્લિમ મત નિર્ણાયક હોવાથી આ વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસ બાદ NCP ત્રીજો મોરચા દ્વારા ઉમેદવારી થઈ છે ત્યારે નવસારીમાં NCP પાર્ટીનું ખાતું ખુલશે કે કેમ તે પરીણામ બતાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો