તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અગવડ:શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરીમાં અપૂરતા સ્ટાફના કારણે અરજદારો પરેશાન, કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 31 ઓગસ્ટ સુધી શિક્ષણ સહાય માટેની અરજી સ્વીકારવામા આવશે

નવસારી જિલ્લામાં બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોના બાળકોને શિક્ષણ સહાય આપવા માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અરજી સ્વીકારવામાં આવી રહી છે, જ્યાં અરજી કરવા આવેલ શ્રમિક મહિલાઓએ કલાકો લાઈનમાં ઉભા રહેવા પડતા તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો.

સવારની બપોર થતા મહિલાઓએ કચેરીની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. જિલ્લામાં 3500 થી વધુ ફોર્મ ભરાયાગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોને શિક્ષણ સહાય દર વર્ષે 500 રૂપિયાથી 2000 રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેના માટે બોર્ડમાં નોંધાયેલ શ્રમિકોની પાસે 31 ઓગષ્ટ સુધીમાં શિક્ષણ સહાય અરજી કરવાની જાહેરાત કરી છે. જેથી જિલ્લાના હજારો શ્રમિકો પોતાના બાળકો માટે શિક્ષણ સહાય મેળવવા અરજી ફોર્મ મેળવવા અને ભરેલા ફોર્મ કચેરી દ્વારા પરત લેવામાં આવી રહ્યા છે. પરંતુ શ્રમજીવી કલ્યાણ બોર્ડ કચેરીમાં ફક્ત એક જ મહિલા કર્મચારી કાર્યરત છે.

જેથી કચેરી પરિસરમાં શ્રમિકોએ લાઈન લગાવવા પડે છે. આજે પણ સવારે 8 વાગ્યાથી શ્રમિક મહિલાઓએ લાઈન લગાવી હતી અને બપોર સુધી ભૂખ્યા તરસ્યા બેસી રહેવા પડ્યું હતું. જ્યારે ઘણી મહિલાઓને ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કોપી હોવા છતાં ફોર્મ ન મળતા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. સમગ્ર મુદ્દે બોર્ડના અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પણ તેમણે ફોન ન ઉંચકતા બોર્ડનો પક્ષ જાણી શકાયો ન હતો. રમીલાબેન પટેલના જણાવ્યા મુજબ તેઓ આઠ વાગ્યાથી લાઈનમાં ઉભા છે અને બપોરના બે વાગ્યા સુધી તેમનો ફોર્મ મળ્યું નથી અને નાના-નાના વાંધાઓ કાઢીને ફરીવાર તેમને આવવા માટે સૂચના આપવામાં આવે છે,

આ મહિલાઓ શ્રમજીવી છે જે પોતાનો એક દિવસનો રોજ ફાજલ કરીને શિષ્યવૃત્તિનો ફોર્મ ભરવા માટે આવી છે ત્યારે વહીવટી તંત્રે આ મામલે કોઇ નક્કર આયોજન વગર ફોર્મ ભરવાની અને લેવાની જાહેરાત કરતા શ્રમજીવી મહિલાઓને કલાકો અટવાનો નો વારો આવ્યો હતો સાથે જ મહિલાઓ 40 કિલોમીટરથી વધુ થી મુસાફરી કરીને આવતી હોય તેમને મુસીબતનો સામનો કરવો પડ્યો હતો

અન્ય સમાચારો પણ છે...