તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી વોર્ડ નં.11 પાલિકા પોલિટિક્સ મહાસંગ્રામ 2021:વોર્ડ-11માં 80% પરપ્રાંતિય જેને વરસે તે જ ઉમેદવાર તરશે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ મતદાર 14896, તમામ વોર્ડ કરતા પુરુષ-સ્ત્રી મતદારોની સંખ્યામાં સૌથી વધુ 2119નાે તફાવત
  • વિજલપોરમાં પૂર્વે છાપરા સુધીનો અને પશ્ચિમે રેલવે લાઇન સુધીના વિસ્તારનો સમાવેશ, હિન્દીભાષી અને મરાઠીનાે દબદબાે

નવસારી નગરપાલિકાના વાેર્ડ નં. 11માં 80 ટકા મતદારાે યુ.પી., બિહાર અને મહારાષ્ટ્ર સહિતના પરપ્રાંતિય છે. અેટલે હિન્દીભાષી અને મરાઠી જેના પર વરસશે તે ઉમેદવાર તરી જશે. જાે કે આ 80 ટકા મતદાર કાેઇ એક જ પક્ષની વિચારધારા ધરાવતા નથી એટલે અગાઉથી પરિણામ ભાંખવું મુશ્કેલ છે.

સમગ્ર વિજલપોરની જ હદમાં આવેલ અને છાપરાની હદ સાથે જોડાયેલ નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડ- 11માં અંદાજે 80 ટકા મતદારો હિન્દીભાષી અને મરાઠીભાષી મહારાષ્ટ્રીયનો છે. વોર્ડની ચૂંટણીનું ભાવિ આ મતદારો જ મોટાભાગે નક્કી કરે છે. રોજીરોટી અર્થે અહીં સ્થાયી થયેલા પરપ્રાંતીય લોકો વધુ છે તો ગુજરાતી કાઠિયાવાડી લોકો પણ અહીં રહે છે. નોંધનીય અને સારી સંખ્યામાં અહીં અનુસૂચિત જાતિના લોકો અને ભરવાડ, રબારી સમાજના લોકો પણ અહીં રહે છે. વોર્ડની પશ્ચિમે રેલવે લાઇન છે અને પૂર્વે છાપરાની હદ સુધી વોર્ડ વિસ્તરેલ છે.

નગરપાલિકાના વોર્ડ-11માં કુલ મતદારો 14896 છે. જેમાં પુરુષ મતદાર 8509 અને સ્ત્રી મતદાર તો માત્ર 6390 જ છે. પુરુષ અને સ્ત્રી મતદારોની સંખ્યામાં 2119થી વધુ તફાવત છે,જે નગરપાલિકાના તમામ વોર્ડમાં સૌથી વધુ છે. અહીં વધુ કામદાર વર્ગના લોકો રહે છે અને કોરોના લોકડાઉન ટાણે નવસારીથી યુપી, બિહાર માટે સ્પેશિયલ ટ્રેન ઉપડી ત્યારે અહીંથી મોટી સંખ્યામાં હિન્દીભાષી લોકો ગયા હતા.

વાેર્ડ-11માં સમાવિષ્ટ વિસ્તારો
લક્ષ્મીનગર, રેવાનગર, પાર્થ કોલોની, લાશાનગર, રાધાનગર, નવદુર્ગાનગર, સરદાર કોલોની વિસ્તાર, જયશક્તિનગર, શનેશ્વરનગર, ગોકુળપુરા, આંબેડકરનગર, કૈલાશનગર, પ્રતિક રો હાઉસ વિસ્તાર, ધોરાજીયા પાર્ક વિસ્તાર, જનતા કોલોની વિસ્તાર, આકાશગંગા સોસાયટી વિસ્તાર તથા અન્ય વિસ્તાર.

અહીં ભાજપ-કોંગ્રેસ બંને બળિયા
આ વોર્ડ એવો બન્યો છે કે તેમાં ભૂતકાળની ચૂંટણી જોઈએ તો એક ‘પક્ષ’નું વર્ચસ્વ રહ્યું નથી. જ્યાં ભાજપના સભ્યો અહીંથી પાલિકામાં ચૂંટાયા છે, તો સાથે કોંગ્રેસના ઉમેદવાર પણ ચૂંટાઈ અહીંથી નગરપાલિકામાં ગયા છે. આમ ચૂંટણીમાં કશ્મકશ થશે.

3 બેઠક સામાન્ય, 1 બેઠક અનુસૂચિત જાતિની
વોર્ડમાં જે 4 બેઠક છે તેમાં 3 બેઠક ‘સામાન્ય વર્ગ’ને ફાળ‌વાઈ છે. સ્ત્રીની બંને બેઠકો સામાન્ય વર્ગને ફાળવાઈ છે. જોકે અન્ય બે બેઠકોમાં એક બેઠક ‘સામાન્ય’ વર્ગને તથા એક બેઠક ‘અનુસૂચિત જાતિ’ વર્ગને ફાળવાઈ છે.

જેવું વાવશો તેવુું લણશો, સે‌વક ચૂંટવાનો પ્રજાને અવસર
1) તમે ઉમેદવારાેનું મૂલ્યાંકન કેવી રીતે કરશાે? પક્ષ, વ્યક્તિગત પ્રતિભા કે જ્ઞાતિના આધારે?
2) પ્રજાના સેવકો પાસે તમારી અપેક્ષા શું છે ?

કાેરાેના કાળમાં સેવા કરનારાને ફળ મળશે
ચૂંટણીમાં કોઈ પક્ષનો વિરોધ નથી પણ સ્થાનિક ઉમેદવાર જોઈએ. વર્ષ-2020માં કોરોનાકાળમાં જેમણે સ્થાનિકોને મદદ કરી છે તેવા જ ઉમેદવારની જરૂર છે. સ્થાનિક ઉમેદવાર કોઈપણ મતદાર હોય અમીર કે ગરીબ સૌને સાથે લઈને ચાલે અને તેમનાં વિકાસ માટે કામ કરે તેવા ઉમેદવારની જરૂર છે. પાર્ટી કે જાતિવાદ નહીં પણ સ્થાનિક લોકોનો વિકાસ જ ધ્યેય હોવો જોઈએ. 5 વર્ષ સુધી લોકોની સમસ્યાનું નિરાકરણ માટે સદા આગળ રહે તેવા યુવા ઉમેદવારની જરૂર છે. > રજત સોલંકી, નોકરિયાત, સ્થાનિક-નવદુર્ગાનગર, વિજલપોર

વ્યક્તિગત પ્રતિભા જ પહેલી પસંદ
સ્વરાજ્યની ચૂંટણી થાય ત્યારે કોઈ પક્ષ-જાતિ કે દબાણ કરે તેવા ઉમેદવાર ન જોઈએ. પક્ષની ઉપર જઈ લોકોના કામ કરે તેવા ઉમેદવાર જોઈએ. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોઈ મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી વિકાસ માટે જાતે આવવાના નથી. જેથી વિસ્તારની કોઈપણ સમસ્યાનો તુરંત નિરાકરણ લાવે તેવી વ્યક્તિગત પ્રતિભાને આધારે સ્થાનિક ઉમેદવાર જોઈએ. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી હોય પક્ષ નહીં પણ લોકોનાં કામ કરવાની ત્રેવડ હોય તેવા સેવાભાવી ઉમેદવારની જરૂર છે. > નીરજ ઝા, છાત્ર સમર્થક, સ્થાનિક–રામનગર-2, વિજલપોર

વાેર્ડના પ્રશ્નો ઉકેલી શકે તે જ માન્ય
હું ઉમેદવારની વ્યક્તિગત લાયકાત, કામને જોઈ મત આપીશ. મારા વિસ્તારમાં પાણી, ગટર, રસ્તા વગેરેમાં અનેક પ્રશ્નો છે. રસ્તાના વિલંબથી ઘણી સમસ્યા સર્જાય છે. અમારો પ્રતિનિધિ અમારી આ સમસ્યાનું જલદી નિરાકરણ લાવે તેવી અપેક્ષા રાખીએ છીએ. > હેમંત ચૌહાણ, એકાઉન્ટન્ટ, સ્થાનિક-નવદુર્ગાનગર

​​​​​​​5 વર્ષમાં એક વાર મોં બતાવે તેવાથી માેં ફેરવશું
મારા મતે કામ કરે તેવા નગરસેવક હોવા જોઈએ. જાતિ-ધર્મ લાગે વળગે નહી. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઉમેદવાર ધોરણ- 12થી વધુ અભ્યાસ કરેલો હોવા જોઈએ. તેમના વિસ્તારમાં કોઈપણ સમસ્યા હોય તેને માટે રજૂઆત કરવા ગયેલા અરજદારને શાંતિથી સાંભળે અને ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન ન કરે. કોઈપણ મતદારની સમસ્યાનું નિરાકરણ માટે આવે ત્યારે તેમને સાંત્વના આપે તેવા ઉમેદવાર જોઈએ. 5 વર્ષમાં માત્ર એક વાર મોં બતાવે તેવા ઉમેદવાર ન જોઈએ. > કિશોર પાટીલ, સ્થાનિક, લાશાનગર, વિજલપોર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો