ખાર્કિવ શહેરમાં ઘણાં ભારતીયો ફસાયા છે, જેમાં નવસારીના 3 વિદ્યાર્થીઓ સહિત ગુજરાતી પણ અનેક છે. નવસારીનો ઝીલ ગાંધી, સોનુ પ્રજાપતિ અને ફાલ્ગુની નામની વિદ્યાર્થિની પણ છે. આ ભારતીયો યુદ્ધની સ્થિતિને લઈ પાંચેક દિવસથી બંકરમાં જ હતા યુદ્ધગ્રસ્ત ખાર્કિવથી અન્ય જગ્યાએ જવા બુધવારે સવારે ખાર્કિવ સ્ટેશને 90 જેટલા ભારતીય વિદ્યાર્થી પહોંચ્યા હતા.
આ અંગે જાણકારી આપતા ખાર્કિવમાં ફસાયેલા નવસારીના ઝીલના પિતા ચેતન ગાંધીએ જણાવ્યું કે અમને ઝીલે આપેલ જાણકારી મુજબ બુધવારે ઝીલ સહિત 90 જેટલા ભારતીયો બોર્ડર ક્રોસ કરવા ખાર્કિવ રેલવે સ્ટેશને ગયા હતા. ટ્રેનમાં બેસી યુક્રેનના વીવ (LVIV) જવાનું આયોજન કર્યું હતું. સવારથી બપોરે 3.20 સુધી તેઓને ટ્રેનમાં ત્યાંથી ઓથોરિટીએ બેસવા દીધા ન હતા. અન્ય દેશનાને બેસવા દેવાયા છે. બધા ચિંતામા છે. જલદીથી ખાર્કિવ છોડી સલામત સ્થળે જવા તલપાપડ છે.
BAPSના સ્વયંસેવકોએ પોલેન્ડ આવી ભારતીયછાત્રોને જમાડ્યા
રાજકોટ : યુક્રેનમાં જ્યારે ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં છે ત્યારે સૌથી પહેલો ધર્મ એ રાષ્ટ્રધર્મ’ હોવાનું માનીને બીએપીએસ સંસ્થાના સ્વયંસેવકો છેક પેરિસ અને સ્વિત્ઝર્લેન્ડથી યુક્રેન બોર્ડર અને પોલેન્ડમાં ભારતીય વિદ્યાર્થીઓની મદદે પહોંચ્યા છે. દૂર દૂરથી સ્વયંસેવકોએ પોલેન્ડમાં આવીને મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીઓને રહેવા-જમવા સહિતની શક્ય એટલી મદદ કરી રહ્યા છે. બીએસપીએસના સ્વયંસેવકોએ લગભગ 1000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓને જમાડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.