પોલીસ તંત્ર સફાળું જાગ્યું:નવસારીમાં વધી રહેલી ચોરીની ઘટનાને પગલે પોલીસે સ્પેશિયલ ટીમની રચના કરી, CCTV અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદ લેવાશે

નવસારી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં વધી રહેલી ચોરીની ઘટનાઓને પગલે જિલ્લા પોલીસ તંત્ર સફાળું જાગીને સક્રિય બન્યું છે. આગામી સમયમાં તસ્કરોને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં બાતમીદારો અને હ્યુમન ઇન્ટેલિજન્સના નેટવર્ક થકી ચોરીને રોકવામાં અને ચોરોને ઝડપી પાડવા માટે કામ કરશે.

દિવસના અજવાળામાં થતી ચોરી પોલીસ માટે પડકાર
નવસારી જિલ્લામાં ધોળા દિવસે થતી ચોરી એ પોલીસના નાકમાં દમ કરી નાખ્યો છે. બંધ ઘરોને નિશાન બનાવતા તસ્કરો પોલીસ માટે જાણે પડકાર આપી રહ્યા હોય તેમ NRIના બંધ ઘરોને નિશાન બનાવ્યા હોય તેવી અનેક પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેને પગલે પોલીસે પણ સફાળી જાગીને સ્પેશિયલ સ્કોર્ડની રચના કરી છે જેમાં પોલીસ કર્મચારીઓ હવે રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરીને ચોરીની ઘટના રોકવા માટે એક અભિયાન હાથ ધર્યું છે. આ સ્પેશિયલ ટીમમાં LCB, SOG,કેદી ફર્લો સ્કવોર્ડ સ્થાનિક પોલીસ મહત્વની ભૂમિકા ભજવશે.

આરોપીઓના સ્કેચ બનાવવાનું શરૂ
અગાઉ ચોરીમાં પકડાયેલા આરોપીઓની માહિતી એકત્ર કરવામાં આવશે. સાથે જ ચોરીના CCTV માં ઝડપાયેલા આરોપીઓના સ્કેચ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને તે સ્કેચને આજુબાજુના જિલ્લાઓના પોલીસ સ્ટેશનમાં આપી ચોરો ની વહેલી તકે ઓળખ છતી થાય તે માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યાં છે.

શહેર અને હાઇવે ઉપર સઘન ચેકિંગ
નંબર પ્લેટ વગરના વાહન જે મોટેભાગે ચોરીના ઉપયોગમાં આવતા હોય છે તેવા વાહનોને આઈડેન્ટીફાઈ કરવામાં આવશે સાથે જ શહેરી અને ગ્રામ્ય વિસ્તાર સહિત હાઈવે ઉપર પણ પોલીસ તહેનાત કરવામાં આવશે જેમાં નંબર પ્લેટના આધારે ચોરોની ઓળખ થાય અને અટક અને ધરપકડ જેવી કાર્યવાહી પણ વહેલી તકે કરી શકાય તે દિશામાં પોલીસ કામ કરશે.

અન્ય સમાચારો પણ છે...