તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચર્ચા:ગણેશ ચતુર્થીને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર અગાઉથી નિર્ણય લે તે ખૂબ જરૂરી

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમસ્ત નવસારી ગણેશ ઉત્સવ મંડળ સંગઠને કલેક્ટરને મળીને ચર્ચા કરી

સમસ્ત નવસારી વિભાગ ગણેશ ઉત્સવ મંડળ સંગઠન નવસારી દ્વારા મંગળવારે આગામી દિવસોમાં ગણેશ ઉત્સવના તહેવારની ઉજવણી બાબત સરકારની શું ગાઈડ લાઈન છે. જે બાબતે કલેક્ટરની મુલાકાત લઇ ચર્ચા વિચારણા કરાઇ હતી.

આ મુલાકાતમાં ગણેશ સંગઠનના પ્રમુખ કનક બારોટ, મહામંત્રી ગુણવંત પટેલ, માજી પ્રમુખ ભરતભાઈ ગાંધી. પ્રવીણભાઈ શિંદે તથા સંગઠનના અન્ય હોદ્દેદારો એ. ડી. પટેલ, ધર્મેશ માલી, હિંમતભાઈ પટેલ, વિનોદ રાઠોડ, જયંતીભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ મિટિંગમાં કલેકટર તરફથી એવું જણાવવામાં આવ્યું હતું કે, હજી સુધી રાજ્ય સરકારની કોઈ ગાઈડ લાઈન નક્કી કરાઇ નથી. આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની ચર્ચાઓ ચાલી રહેલ છે.

માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના ઘરોમાં બે ફૂટની ગણેશજીની માટીની પ્રતિમાનું સ્થાપન કરી પોતાના જ ઘરમાં વિસર્જન કરે એવી કોઈ સરકાર તરફથી મંજૂરી મળે એવી સંગઠન દ્વારા સરકારને અપીલ કરવામાં આવી હતી. નવસારીમાં ગત વર્ષને બાદ કરીને દર વર્ષે 1200 જેટલી મોટી મૂર્તિ અને 2500-3000 જેટલી નાની મૂર્તિઓ નવસારી શહેરમાં બિરાજમાન કરાય છે.

ગત વર્ષની જેમ લોકો ઘરમાં જ મૂર્તિ પ્રસ્થાપિત કરે
ગત વર્ષે કોરોનાકાળમાં લોકોએ ઘરે જ ગણેશજીની મૂર્તિ પ્રસ્થાપિત કરીને ઘરમાં જ વિસર્જન કરે તેવી અપીલ છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને કારણે નિયમોનું પાલન કરીને સરકારી ગાઇડલાઇન અનુસરી હાલમાં આપણે કોઇપણ તહેવારની ઉજવણી કરવી અનિવાર્ય છે. > ગુણવંત પટેલ, મહામંત્રી, સમસ્ત નવસારી વિભાગ ગણેશ ઉત્સવ મંડળ સંગઠન, નવસારી

અન્ય સમાચારો પણ છે...