તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિન્દુ-મુસ્લિમ એકતાની ઘટના:વેસ્મામાં મુસ્લિમ યુવાનોએ કીચડમાંથી ગૌમાતાને ઉગારી

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવસારીમાં હિન્દુ-મુસ્લિમ એકતાની ઘટના સામે આવી જેમાં વેસ્મા ગામે આવેલા એક ઉકરડામાં અકસ્માતે ગાય માતા ફસાઈ હતી અને તે જીવ બચાવવા હોંકારા દેતી હતી. મુસ્લિમ યુવાનો ત્યાંથી પસાર થતા હોય તેમણે ગાયનો અવાજ સાંભળી ફસાયેલી ગાય માતાને બચાવવા 2 કલાકની જહેમત ઉઠાવીને ઉકરડામાંથી બહાર કાઢી હતી.

જલાલપોર તાલુકાનું વેસ્મા ગામ જે વર્ષોથી કોમી એકતાનું પ્રતિક રહ્યુ છે ત્યાંના હિન્દુ-મુસ્લિમ યુવાનો દ્વારા અનેક કામો સાથે મળીને કરવામાં આવે છે. આ ઘટના કઈક અનેરી છે નવસારી જિલ્લાના વેસ્મા ગામના રહેવાસી સાજીદ સૈયદ પોતાના મિત્રો બાસિત સૈયદ, મોહંમદ લીમલીયા,મૂસા પટેલ સાથે રાત્રિના સમયે હોટેલ પર જમવા માટે ગયા હતા. જ્યાંથી રાત્રિના 1 વાગ્યાના અરસામાં પોતાના ઘર તરફ પરત આવી રહ્યા હતા. એ અરસામાં એક ગાય અત્યંત દયાજનક સ્થિતિમાં ઉકરડામાં કીચડમાં ફસાઈ હતી અને તે બહાર નીકળવા પ્રયત્ન કરતી હતી.

મધરાત્રિનો સમય હોય જેથી કોઈનું આ ગૌમાતા તરફ ધ્યાન ગયું ન હતું. હોટેલથી પરત ઘરે જતા આ મુસ્લિમ યુવાનોની નજર આ ગાય પર પડતા સાજીદ સૈયદ, મોહંમદ લીમલિયા, મુસા પટેલ, બાસિત સૈયદ દ્વારા આ ગૌમાતાને બહાર કાઢવા માટે પ્રયાસો કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો