• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • In Vansada, The Congress Must Have Planted The Acacias That Grew Across The Road, But Nothing Else Has Been Done Except To Protest.

કોંગ્રેસના સુત્રને લઈ રૂપાલાના પ્રહાર:વાંસદામાં કહ્યું-રસ્તાની આજુબાજુ ઉગેલા બાવળીયા કોંગ્રેસે વાવ્યાં હશે, બાકી વિરોધ કરવા સિવાય બીજું કંઈ કામ કર્યું નથી

નવસારી20 કલાક પહેલા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. ત્યારે વાંસદા બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવા માટે ભાજપ દિવસ રાત એક કરી રહ્યુ છે. આદિવાસીઓને રીઝવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ વાંસદાના ગાંધી મેદાનમાં સભા ગજવી હતી. જેમાં તેઓએ કોંગ્રેસ ને આડે હાથ લીધી હતી અને ભાજપના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરી હતી.

કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જ્યાં જુઓ ત્યાં કોંગ્રેસના બેનર જોવા મળે છે કે 'અમારું કામ બોલે છે' પરંતુ કોંગ્રેસ તો 27 વર્ષથી સત્તામાં નથી તો મારા બેટાઓ એ શું કામ કર્યું હશે, ત્યારે મને સમજાયું કે ગામ શહેરમાં જ્યાં જૂઓ ત્યાં રસ્તાની આજુબાજુ ઉગેલા બાવળીયા કોંગ્રેસે વાવ્યાં હશે બાકી કોંગ્રેસે ભાજપનો અને સરકારનો વિરોધ કરવા સિવાય બીજું કાંઈ કર્યું નથી.

​​​​​​​ભાજપને જીતડવાની અપીલ કરી
વાંસદા વિધાનસભાની બેઠક કબજે કરવામાં આજ સુધી ભાજપ ફાવી શક્યું નથી. કોંગ્રેસની સતત જીત થઈ રહી છે. ત્યારે આ વખતે નાયબ મામલતદાર પિયુષ પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી કારકિર્દી દાવ પર લગાવીને કોંગ્રેસ સામે બાયો ચઢાવી અને ઉમેદવારી કરી છે. વાંસદા બેઠક પર કબજો કરવા તમામ પ્રકારની તૈયારી કરીને કામે લાગ્યા છે. જેના ભાગરૂપે ચૂંટણી પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી સાથે વિવિધ સ્ટાર પ્રચરકો સાથે જિલ્લા સંગઠન કામે લગાડ્યું છે. આજે ચૂંટણી પ્રચાર માટે આવેલા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કોંગ્રેસ સામે તીખા પ્રહાર કરીને ભાજપને જીતડવાની અપીલ કરી હતી.

​​​​​​​સરકારની ઉપલબ્ધી ગણાવી
કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કોરોનામાં ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીના વખાણ કર્યા હતા. સાથે જ વેક્સિનેશનની કામગીરીને વખાણી હતી. દેશમાં સમયસર રસીકરણ કરીને સ્વદેશી વેક્સિનની વિદેશમાં નિકાસ કરી આંતરાષ્ટ્રીય ક્ષેત્રે મોદીના વધેલા કદ સાથે જ ભારતની ઉપલબ્ધી ગણાવી હતી. કોંગ્રેસ પક્ષ પર સીધું નિશાન તાકીને તેમણે દેશમાં બાવળ વાવ્યાં છે તેવું જ કહેતા સભામાં સૌ કાર્ય કોઈ ખડખડાટ હસી પડ્યા હતા. સમગ્ર જિલ્લામાં ચાર બેઠક પૈકી વાંસદા બેઠક ભાજપ માટે જીતવી જરૂરી બની છે ત્યારે કેન્દ્રીય નેતૃત્વ સહિત સ્ટાર પ્રચારકો મોટી સંખ્યામાં વાંસદામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...