તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વૈચ્છિક લોકડાઉન:નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં રવિ-સોમ બે દિવસ અને ગામડાઓના હાટ બજારો ત્રણ અઠવાડિયા સુધી સજ્જડ બંધ

નવસારીએક મહિનો પહેલા
 • કોરોના સંક્રમણ વધતા લોકોએ જડબેસલાક સ્વયંભૂ બંધ રાખવાનું નક્કી કર્યું

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં રવિ-સોમ બે દિવસ અને ગામડાઓના હાટ બજારો ત્રણ અઠવાડિયા સુધી સજ્જડ બંધ રાખીને કોરોના સંક્રમણની સાંકળ તોડવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે.

આદિવાસી પંથક ગણાતા નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં કોરોના સંક્રમણનો અણુબોમ્બ ફાટતા ત્યાંની જનતાએ રવિ-સોમ બે દિવસ જડબેસલાક સ્વયંભૂ બંધ રાખવાનું નક્કી કર્યું છે. ગત દિવસે વાંસદા તાલુકામાં કોવિડ 19 ની સંખ્યામાં વધારો થતાં અહીંના જાગૃત નાગરિકોએ ચુસ્તપણે સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કર્યું છે.

સાથે જ તાલુકાના ગામડાઓમાં ભરાતા હાટ બજારો પણ 21 દિવસો માટે બંધ રાખવાની અપીલ કરાઈ છે. બીજી તરફ જિલ્લાના મુખ્યમથક નવસારીમાં સ્વૈચ્છિક લોકડાઉનને ઓછો પ્રતિસાદ મળ્યો છે. ત્યારે ગામડાની જનતા શહેરી પંથક કરતા વધુ જાગૃત બની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો