વિજ લાઈન પડતા શેરડીના પાકમાં નુકસાન:નવસારીના બે ગામમાં ખેતરમાં વીજળીનો તાર પડતા શેરડીનો ઉભો પાક બળીને ખાખ, ખેડૂતે ફરિયાદ નોંધાવી

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજ લાઈનમાં અચાનક સ્પાર્ક થતાં તણખલાં ઝરવાના કારણે ખેતરમાં આગ લાગી હતી
  • ખેડૂતને રૂપિયા ત્રણ લાખથી વધુનું નુકસાન

નવસારી જિલ્લામાં મોટા પ્રમાણમાં શેરડીના પાકનું વાવેતર કરવામાં આવે છે. ત્યારે ગણદેવા અને ટાકલ ગામમાં ખેતરો ઉપરથી પસાર થતી હાઈટેશન લાઈનમાં ખરાબી આવતા વીજ તાર પડવાથી શેરડીનો ઉભો પાક બળીને ખાખ થયો હતો. જેથી ખેડૂતોને મોટું નુકસાન થયુ છે. ચીખલી તાલુકાના ટાકલ ગામે નાની કળબીવાડ ખાતે રહેતા અમિત અમ્રતભાઈ પટેલની ટાકલ ગામે આશરે 4 વિઘા જમીન છે.

જેમા તેઓએ શેરડીનુ વાવેતર કર્યું હતું, જેની આવતાં મહિને કાપણી કરવાની હતી. ત્યારે તારીખ 15/10ના રોજ બપોરે 12:30 વાગ્યાના અરસામાં ખેતરમાથી પસાર થતી વિજ લાઈનમાં અચાનક સ્પાર્ક થતાં તણખલાં ઝરવાના કારણે ખેતરમાં આગ લાગી હતી. જેથી આશરે રૂપિયા ત્રણથી સવા ત્રણ લાખની શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો હતો.આ બનાવ અંગે ખેડૂત દ્વારા તાત્કાલિક DGVCLનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી કર્મચારીઓ બનાવ વાળી જગ્યાએ આવ્યાં હતાં. એમણે જણાવ્યું હતું કે, શોર્ટ શર્કિટ થવાથી તળખલા ઝરવાના કારણે શેરડીના ખેતરમા આગ લાગી છે, આ અંગે અસરગ્રસ્ત ખેડૂતે તા. 16/10ના રોજ ચીખલી પોલીસ સ્ટેશનમા ફરીયાદ આપી હતી. આ બનાવની જાણ નવસારી જિલ્લા કિસાન કોંગ્રેસને થતાં ટાકલ ખાતે અસરગ્રસ્ત ખેડૂતની મુલાકાત લીધી હતી.

ખેડૂતને નુકસાન અંગે સાંત્વના આપી તેમજ આગામી સમયમાં તંત્ર નુકશાનનું યોગ્ય વળતર નહીં ચૂકવે તો નવસારી જિલ્લા કિસાન કૉંગ્રેસ દ્વારા લડત લડવાની તૈયારી બતાવવામાં આવી હતી.આ ઘટના ઉપરાંત બીજી પણ એક આવી જ ઘટના થોડા દિવસ પહેલા ગણદેવા ગામ ખાતે બની હતી. ગણદેવા ગામે રહેતા ભરતભાઈ આહીરના ખેતરમાં પણ DGVCLની બેદરકારીના કારણે વિજ તાર ટુટી પડવાનાં કારણે આશરે બે વિઘા ખેતરમા શેરડીનો ઉભો પાક બળીને નષ્ટ થયો હતો. દસેક દિવસમાં જ આવો બિજો બનાવ બનતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિજ લાઈનને વર્ષો થઈ ગયા હોય જર્જરિત વાયરોની લાઈનમાં છાશવારે ધડાકા થયાં કરે છે. વાયરો ટુટી પડે છે. જેના થકી લોકોને અને ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવે છે.

આ પ્રસંગે નવસારી જિલ્લા કિસાન કોંગ્રેસ ચેરમેન હિમાંશુ વશી, જિલ્લા કિસાન કોંગ્રેસ કૉ - ઓર્ડિનેટર મહેન્દ્રભાઈ કોન્ટ્રાક્ટર, હિતેશભાઈ નાયક, આનંદ દેસાઈ અસરગ્રસ્ત ખેતરની સ્થળ મુલાકાત કરી પાક નુકસાની અંગે સબંધીત તંત્રને રજૂઆત કરવાની હૈયા ધરપત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...