વિવિધતાઓથી ભરેલા ભારત દેશમાં ઠેવારની ઉજવણીમાં પણ વિવિધતા જોવા મળે છે,હોળી નો તહેવારની ઉજવણીમાં પણ દરેક રાજ્યમાં વિવિધતા જોવા મળે છે.ગુજરાત રાજ્યમાં અંબાજી થી ઉમરગામ સુધી વસેલા આદિવાસી સમાજ હોળીના તહેવારની પોતાની આગવી રીતે ઉજવણી કરે છે.દર વર્ષે હોળીના 15 દિવસ અગાઉથી જ ઊજવણીની શરુઆત થઈ જતી હોય છે. નવસારી જિલ્લાના આદિવાસી બહુલ વસ્તી ધરાવતા વાંસદા તાલુકામાં આવેલા હઠવાડા બજારમાં માતાજીની આરાધના કરવાની આગવી પરંપરા હજીય અકબંધ રહેવા પામી છે.
પ્રકૃતિ પૂજક એવા આદિવાસી સમાજમાં તમામ તહેવારોમાં ઉજવવાની અનોખી પરંપરા હોય છે. ખાસ કરીને નવસારી જિલ્લાનો આદિવાસી વિસ્તાર એવો વાંસદા તાલુકો જ્યાં 95% વસ્તી આદિવાસી સમાજની છે. હોળીના તહેવારને પ્રકૃતિ પૂજા સાથે જોડીને પૂજા કરવામાં આવે છે. આ તહેવાર દરમ્યાન ભરાતા હટવાડા બજારની રોનક માં વધારો થતો હોય છે.વાંસદા તાલુકાના બોર્ડર વિલેજમાં આવતા મનપુર ગામે દર હોળી ના તહેવાર માં હાટ બજાર ભરાય છે. જેમાં માતાજીની પ્રતિકૃતિ સાથે વિવિધ કળાનું સમનવય જોવા મળે છે.માં ભવાનીનો વેશ ધારણ કરી નૃત્ય કરવામાં આવે છે.જેની પૂજા અર્ચના મહિલાઓ કરે છે.
આદિવાસીઓ હોળીના તહેવાર બાદ રવી ખેતીમાં પાકેલું ધન્ય કાપવાની શરૂઆત કરે છે,સાથે જ લગ્ન ગાળાની પણ શુભ શરૂઆત થતી હોય છે.જેથી આ તહેવારને દિવાળીનો જેમ જ હર્ષોલ્લાસ સાથે ઉજવામાં આવે છે.જેથી હોળી ધુળેટી આદિવાસી સમાજ માટે માત્ર એક તહેવાર નથી પણ જીવન થી મરણ સુધી કુદરતનો અખૂટ ખજાનો પ્રદાન કરતી પ્રકૃતિની પૂજા કરવાનો અનેરો અવસર વર્ષોથી બની રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.