નૂડાની તિઘરા વિસ્તારની ટીપી સ્કિમમાં ગામતળ વિસ્તારને સરકારી જમીન, સરવે નમ્બર બતાવ્યો હોવાનું જણાવી વિરોધ નોંધાવ્યો હતો. નૂડાનો ડીપી તૈયાર થયા બાદ હવે ટીપી સ્કિમ બનાવવાની પ્રક્રિયા હાથ ધરી છે, જે અંતર્ગત ઇટાળવા અને તિઘરા વિસ્તારની ટીપી સ્કિમનો મુસદ્દો તૈયાર કરાયો છે અને વાંધા સૂચનો મંગાવાયા છે. આદિવાસી અસરગ્રસ્ત લોકોએ વાંધા રજૂ કર્યા બાદ હવે તિઘરામાં વધુ વાંધા રજૂ થયા છે. તિઘરાના કેટલાક લોકોએ રજૂ કરેલ વાંધામાં જણાવ્યું છે કે, ‘અનુસૂચિત જાતિના મૂળ ગામતળના વિસ્તારમાં ભૂલ કરાઈ છે.
ગામતળની જમીન ગવર્મેન્ટ લેન્ડ બતાવી છે અને સરવે નંબર આપેલ છે,જેથી મિલકતો ગુમાવવી પડે એમ છે.આ સ્થિતિમાં વાંધો રજૂ કરી સુધારો કરવા માગ કરી છે. નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ પણ ટીપી સ્કિમમાં લોકોને મુશ્કેલી નહીં પડે તેવું આયોજન કરવા સરકારમાં રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.