ચર્ચા બાદ નિર્ણય:નવસારીમાં ત્રણ દિવસમાં નોનવેજની લારી મુદ્દે નિર્ણય, કેટલાક શહેરોમાં રોડ પરથી હટાવાઇ છે

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી શહેરમાં જાહેર રોડ ઉપર ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે આગામી બે-ત્રણ દિવસમાં પાલિકા નિર્ણય લેશે. રાજ્યના કેટલાક શહેરોમાં લારીઓ હટાવાઇ છે. હાલમાં રાજ્યમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા જેવા મહાનગરોમાં ત્યાંના સત્તાધીશોએ રોડ ઉપર ઉભી રહેતી ઈંડા અને અન્ય નોનવેજની લારીઓ દૂર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. વિવાદ પણ સર્જાયો છે.

રાજ્યના નાના શહેરોમાં હજુ કાર્યવાહી કરાઈ નથી. અહીંના નવસારી શહેરમાં પણ આ મુદ્દો ચર્ચાવા જરૂર લાગ્યો છે, કારણકે અહીં પણ રોડને લાગુ અનેક ઈંડા અને અન્ય નોનવેજની લારીઓ ઉભી રહે છે. અસરગ્રસ્તોમાં ભય પણ ફેલાયો છે. જોકે પાલિકાએ હજુ નિર્ણય લીધો નથી. ફૂંકી ફૂંકીને આ મુદ્દે આગળ વધવાનું નક્કી કર્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં પાલિકા આ મુદ્દે નિર્ણય લેનાર હોવાનું જાણવા મળે છે.

સંકલનમાં ચર્ચા બાદ નિર્ણય કરાશે
આગામી બે ત્રણ દિવસમાં સંકલનમાં આ મુદ્દે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે.હજુ સુધી પાલિકાએ આ મુદ્દે નિર્ણય લીધો નથી. - જીગીશ શાહ, પ્રમુખ, નવસારી-વિજલપોર નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...