તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદારોનો વિસ્તાર:વોર્ડ-8 જીતવા સૌથી વધુ ઉત્તર ગુજરાતી મતદારો પર મદાર, વિજલપોરના આ વોર્ડમાં કુલ મતદારો 14957 છે,જેમાં પુરુષ મતદાર 7905 અને સ્ત્રી મતદાર 7052 છે

નવસારી15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિજલપોર રેલવે ફાટકથી લઈ આશાપુરી મંદિર સુધીના વોર્ડમાં સૌરાષ્ટ્રના પાટીદારો, મરાઠી અને સ્થાનિકોનો સમન્વય

નવસારી-વિજલપોર પાલિકાના નવા વોર્ડ-8માં રેલવે ફાટકથી આશાપુરી મંદિર સુધીનો સમગ્ર આશાપુરી રોડ વિસ્તાર ઉપરાંત માણેકલાલ રોડના કેટલાક રહેણાંક વિસ્તાર પણ સમવાયા છે. નવસારીના દૂધિયા તળાવ નજીકના મંકોડીયાની સોસાયટીઓ પણ આજ વોર્ડમાં છે.

આ વોર્ડમાં આદિવાસી અને અનુસૂચિત જાતિના પ્રમાણમાં ઓછા છે.સૌથી વધુ મતદારો ઉત્તર ગુજરાતી છે. ઉત્તર ગુજરાતી મતદારોમાં પાટીદારો વધુ છે.ઉપરાંત જૈન, રબારી, પુરોહિત સહિતના અન્ય મતદાર પણ છે.સૌરાષ્ટ્રના પાટીદારો પણ છે. આ ઉપરાંત અનાવિલ કોળી, ટંડેલ, બ્રાહ્મણ, મરાઠી વગેરે મતદારો પણ છે.

વિજલપોર પાલિકાના ગત ટર્મના પ્રમુખ જગદીશ મોદી પણ આ વોર્ડમાં જ રહે છે. વોર્ડમાં કુલ મતદારો 14957 છે,જેમાં પુરુષ મતદાર 7905 અને સ્ત્રી મતદાર 7052 છે.વિજલપોરનો બહુચર્ચિત રેલવે ફ્લાયઓવર પૂર્વ તરફનો આજ વોર્ડમાં બનનાર છે. વોર્ડમાં ઘણા સમયથી ભાજપના પ્રતિનિધિ વધુ વાર ચૂંટાયા છે.જોકે ભૂતકાળમાં કોંગ્રેસના પ્રતિનિધિ પણ ચૂંટાયા હતા.

3 સામાન્ય, 1 પછાત વર્ગની બેઠક
આ વોર્ડની 4 બેઠકમાંથી 3 બેઠક સામાન્ય વર્ગને ફાળવાઈ છે. સ્ત્રીઓની તો બંને બેઠકો સામાન્ય છે. જ્યારે અન્ય બે બેઠકોમાં એક બેઠક પછાત વર્ગ માટે અનામત રખાઈ છે.

પાલિકાના વોર્ડ-8માં સમાવિષ્ટ વિસ્તાર
આશાપુરી મંદિર વિસ્તાર, માણેકલાલ રોડ વિસ્તાર, મંકોડિયા વિસ્તાર, અમરદીપ વિસ્તાર, સુશ્રૃષા હોસ્પિટલ વિસ્તાર, કૃષ્ણવિલા એપાર્ટમેન્ટ વિસ્તાર, સાંઈ ચેમ્બર્સ વિસ્તાર, ભક્તિનગર, આશાપુરી એપાર્ટમેન્ટ, શિવકૃપા સોસાયટી વિસ્તાર, જલારામ સોસાયટી વિસ્તાર, ક્રિસ્ટલ રેસિડેન્સી વિસ્તાર, સિટી ગાર્ડન, ચંદનવન વિસ્તાર, યમુના-ગોદાવરી, કાવેરી, ગંગા સોસાયટી વિસ્તાર, શિવાજી ચોક વિસ્તાર, ઉદ્યોગનગર વિસ્તાર, રેલવે ફાટક નજીકનો વિસ્તાર, રોયલ સોસાયટી.

વિજલપોરનું ‘ઉદ્યોગનગર’, આશાપુરી મંદિર આ વોર્ડમાં
વિજલપોર શહેરમાં આવેલા ઔદ્યોગિક વિસ્તાર ‘ઉદ્યોગનગર’ આ વોર્ડમાં આવેલા છે. આ ઉદ્યોગનગરમાં નાના-મધ્યમ કક્ષાના અનેક ઉદ્યોગો-એકમો આવેલા છે. જેમાં મોટી સંખ્યામાં લોકો રોજીરોટી મેળવે છે. આશાપુરી મંદિર પણ આ વોર્ડમાં જ આવેલુ છે.

જેવું વાવશો તેવુું લણશો,સે‌વક ચૂંટવાનો પ્રજાને અવસર 1) તમે ઉમેદવારાેનું મૂલ્યાંકન કેવી રીતે કરશાે? પક્ષ, વ્યક્તિગત પ્રતિભા કે જ્ઞાતિના આધારે? 2) પ્રજાના સેવકો પાસે તમારી અપેક્ષા શું છે ?

વ્યક્તિગત પ્રતિભા અને પક્ષ બંને જોઈ મતદાન
વ્યક્તિગત પ્રતિભા ઉપરાંત પાર્ટી બંને જોઈ મતદાન કરીશ. બીજુ કે અમારા વિસ્તારના કામો કરે તેવો નગરસેવક હોવો જોઈએ. ચૂંટાઈ ગયા પછી રસ્તાના કામો, પાણીની સમસ્યા વગેરે સમસ્યા ઉકેલે એવી અમારી નવા નગરસેવક પાસે અપેક્ષા છે. - નીતાબેન એન.નાયક, ગૃહિણી, શિવકૃપા સોસાયટી, વિજલપોર

​​​​​​​પક્ષ કે જ્ઞાતિ નહીં, શિક્ષણ-સેવા ધ્યાને લઇશું
ઉમેદવાર કોઈપણ પક્ષ કે જ્ઞાતિનો હોય પણ લોકોના કામો કરવા ઉત્સુક અને પાલિકાની પ્રણાલીને સમજી શકે તેવા શિક્ષિત હોવા જોઈએ. મારા નહીં પણ આપણા લોકોને સમજતા હોય તેવા સારા માણસને લોકોએ ચૂંટવા જોઈએ. કચરા બાબતે સમસ્યા છે તે દૂર થવી જોઈએ. - હીનાબેન બારોટ, નોકરિયાત, સૃશ્રૃષા હોસ્પિટલની બાજુમાં, વિજલપોર

​​​​​​​લોક પ્રશ્નો ઉકેલી શકે તેવા સેવકની જરૂર
સમાજમાં કંઈ સારું કરવાની નેમ ધરાવનાર ઉમેદવારની જરૂર છે. કોઇપણ હોય પક્ષ સાથે જોડાવવું જ પડે છે પણ અડધી રાત્રે પણ લોકોના પ્રશ્ન સાંભળે અને ઉકેલ લાવે તેવા સેવકની જરૂર છે. જ્ઞાતિ આધારે નહીં પણ લોકો પાસે જઈને તેમની સમસ્યા અંગે પૂછપરછ કરી તેમના કામો કરે અને તેમના વિસ્તારમાં ગેરકાનૂની પ્રવૃતિ ન કરવા દે તેવા ઉમેદવારની સમાજને હાલમાં જરૂર છે. - ભાર્ગવ ઠાકોર, એડવોકેટ, ગુજરાત હાઉસિંગ સોસાયટી, વિજલપોર

​​​​​​​સ્થાનિક અને જનસંપર્ક ધરાવનારની પસંદગી
વોર્ડનું વિસ્તરણ થયું હોય દરેક વિસ્તારમાંથી એક ઉમેદવારની પસંદગી થવી જોઈએ. માત્ર એક વિસ્તારમાંથી નહીં. ઉમેદવાર સ્થાનિક હોવો જોઇએ. જન સંપર્ક અને લોકોના બહોળા વર્ગ સાથે વ્યક્તિગત ઓળખ ધરાવતો હોવો જોઈએ. લોકોની સમસ્યાનું નિરાકરણ કરે તેવા સક્ષમ અને શિક્ષિત ઉમેદવારની જરૂર છે. - જીગ્નેશ શાહ, વેપારી, મુનિસુવ્રત એપાર્ટમેન્ટ, માણેકલાલ રોડ, વિજલપોર

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો