નારી સલામતી:નવસારી જિલ્લામાં વર્ષ-2021માં અભયમ 181 મહિલા હેલ્પલાઇન 2880 જરૂરિયાતમંદ મહિલાને મદદરૂપ બની

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જરૂરિયાતના સમયે મદદ, માર્ગદર્શન અને બચાવ માટે અભયમ મહિલાનું કવચ

ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા કાર્યાન્વિત અભયમ 181 મહિલા હેલ્પ લાઇન છેલ્લા છ વર્ષ થી મહિલાઓ ને જરૂરિયાત ના સમયે મદદ, માર્ગદર્શન અને બચાવ દ્વારા જરૂરી સુરક્ષા પૂરી પાડવામાં અગત્યની કામગીરી કરી રહેલ છે. જી.વી.કે.ઇ.એમ.આર.આઇ. દ્વારા સિસ્ટમ અને પ્રોટોકોલ સાથે સુચારુ સંચાલન કરવામાં આવી રહ્યું છે. કોઈપણ મહિલાના શારીરિક, માનસિક, આર્થિક કે જાતિય પ્રશ્નોમાં તાત્કાલિક પ્રશ્ન હલ કરવાની દિશામાં મદદરૂપ બને છે.

ટ્રેઇન મહિલા કાઉન્સેલર દ્વારા પીડિત મહિલા ના પ્રશ્નને અસરકારકતાથી કાઉન્સિલીંગ દ્વારા હલ કરવામાં આવે છે અને પારિવારિક બિનજરૂરી તકરારમાં સમાધાન કરાવવામાં આવે છે પરતું ઘણા સમય થી હિંસાનો ભોગ બનનાર મહિલાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાવવી, આશ્રય અપાવવામાં આવી રહ્યાં છે કિશોરીઓ, યુવતીઓ, પરિણીત મહિલાઓ કે સિનિયર સિટીઝનને 24x7 વિનામૂલ્યે સેવા પહોંચાડમાં આવી રહી છે

આ ઉપરાંત બિનજરૂરી કોલ મેસેજ, આપઘાતના પ્રયાસ, કામના સ્થળે જાતીય સતામણી, લગ્નેત્તર અને બાહ્ય સંબંધો, માનસિક અસ્વસ્થ વગેરે મહિલાલક્ષી પ્રશ્નોનુ નિરાકરણ લાવવાની દિશામાં કાર્યરત છે.વર્ષ- 2021 દરમિયાન નવસારી જિલ્લામાંથી કુલ 2880 જેટલા મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનમા કોલ કરી મદદ, માર્ગદર્શન અને બચાવ માટે કોલ કર્યા હતા. જેમાંથી ગંભીર પ્રકારના 811 જેટલા કેસમાં સ્થળ પર પહોંચી અભયમ રેસ્ક્યુ ટીમ દ્વારા મદદ પહોચાડવામાં આવી છે. વર્ષ દરમિયાન 607 જેટલા કેસમાં સમાધાન કરાવવામાં આવ્યા છે.

129 કેસમાં જરૂર જણાતા પોલીસ ફરિયાદ અપાવવામાં મદદરૂપ બની છે. આ ઉપરાંત જરૂરિયાત મુજબ સરકારના અન્ય વિભાગોમાં અને પરિવારને હેન્ડઓવર કરવામાં આવ્યાં છે. આમ તાત્કાલિક સમયમર્યાદામાં પીડિત મહિલાઓને મદદ પહોંચાડવાથી અભયમ ગુજરાતની મહિલાઓની સાચી સખી સહેલી તરીકે દિન પ્રતિદિન વધુને વધુ વિશ્વાસ સંપાદિત કરી રહ્યું છે.નવસારી િજલ્લામાં 181 મહિલા હેલ્પલાઇન દ્વારા એક એપ પણ બનાવવામાં આવી છે. જેમાં જે તે યુવતીઓએ પોતાનાે મોબાઈલ નંબર મુકવાનો હોય છે.

​​​​​​​જેને આધારે રાત્રિના સમયે યુવતી કોઇ િનર્જન સ્થળેથી જતી હોય ત્યારે યુવતીને કોઇ દુર્ધટના થવાનો એંધાણ થતાં હોય ત્યારે મહિલા 181 હેલ્પલાઇન ઉપર જાણ કરી તેનું લોકેશન જાણી શકે છે. તેને આધારે પોલીસ દ્વારા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી એકલી જતી યુવતીઓને મદદ કરવામાં આવે છે અને તેને ઘર સુધી મુકવા માટે પોલીસ આવે છે. મહિલા હેલ્પલાઇન ડાઉનલોડ કરવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...