તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોર્ડ નંબર 7 પાલિકા પોલિટિક્સ મહાસંગ્રામ 2021:વોર્ડ-7ના ગઢમાં ભાજપને કોંગ્રેસ કરતા પોતીકાથી ખતરો

નવસારી21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આ વોર્ડમાં કુલ મતદારો 15998 છે જેમાં પુરુષ મતદાર 7894 સામે સ્ત્રી મતદાર 8094 વધુ છે
 • સામાન્ય વર્ગમાં સામેલ મતદાર વધુ, આદિવાસી, કુંભાર, કોળી, મુસ્લિમ મતદારોની સંખ્યા પણ નોંધનીય

નવસારી શહેરનું હાર્ટ ગણાતા વોર્ડ નંબર 7 ભાજપનો ગઢ ગણાય છે, પરંતુ આ વખતે ટિકિટમાં અસંતોષથી ભાજપ મહિલા મોર્ચાના પ્રમુખ જીજ્ઞાશાબેન પારેખ અને પાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ જીગ્નેશ દેસાઇ બન્નેના ટેકેદારો જાહેરમાં સામે આવી ગયા છે અને ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી દેતા પોતાનો ગઢ જાળવવામાં ભાજપને કોંગ્રેસ કરતા પોતીકાથી ખતરો છે.કારણકે અહીં ભાજપ વર્ષોથી પરાજીત થયું નથી.

આ વોર્ડમાં ટાવર, મોટાબજાર, દુધિયા તળાવ, આશાનગરથી લઈ મોટાબજાર નાકા સુધીનો વિસ્તાર આવે છે. શહેરના મુખ્ય કોમર્શિયલ વિસ્તાર અહીં જ આવે છે. આખા શહેરનો વહીવટ જ્યાંથી ચાલે છે એ નગરપાલિકાની મુખ્ય કચેરી પણ અહીં જ છે.આમ તો આ વોર્ડમાં તમામ જાતિ રહે છે પરંતુ જૈન, અનાવિલ, કુંભાર, આદિવાસી, કોળી વગેરેના મતદાર વધુ છે. મુસ્લિમ વિસ્તાર પણ કેટલાક સમાવાયા છે. વોર્ડ-7 માં કુલ મતદાર 15998 છે,જેમાં પુરુષ મતદાર 7894 અને સ્ત્રી મતદાર 8094 છે. આ વોર્ડમાં તમામ 4 બેઠક સામાન્ય વર્ગની ફાળવાઈ છે.

વોર્ડમાં સમાવિષ્ટ વિસ્તાર
સત્તાપીર દરગાહ વિસ્તાર, ટાવર રોડ, મોટાબજાર, મધુમતી, સેન્ટ્રલ બેંક વિસ્તાર, જોષી મહોલ્લા નજીકનો વિસ્તાર, નવસારી હાઈસ્કૂલ નજીકનો વિસ્તાર, વાંદરી મહોલ્લા નજીકનો વિસ્તાર, મલેસર નજીકનો વિસ્તાર, દડંગવાડ, પોટલીયાવાડ, લાયબ્રેરી વિસ્તાર, પ્રજાપતિ આશ્રમ નજીકનો વિસ્તાર, અલકા સોસાયટી, કેવલ્યાધામ, આશાબાગ વિસ્તાર, મુક્તાનંદ વગેરે, કાગદીવાડ વોટરવર્કસ, પાલિકા કચેરી નજીકનો વિસ્તાર, જીઈબી વિસ્તાર, કડિયાવાડ નજીકનો વિસ્તાર, નાગરવાડ નજીકનો વિસ્તાર, દાદાટટ્ટુ, પાર ફળિયા વગેરે વિસ્તાર, આશાનગર વિસ્તાર, દરગાહનો વાડો નજીક વિસ્તાર.

તમામ 4 બેઠકો સામાન્ય વર્ગની
વોર્ડની તમામ 4 બેઠકો સામાન્ય વર્ગની છે. જેમાં 2 બેઠક સ્ત્રી સામાન્ય વર્ગની છે. અન્ય અનામત બેઠક નથી. વોર્ડમાં મહત્તમ વસતિ પણ ‘સામાન્ય વર્ગ’ની જ છે.

ભાજપના 4, કોંગીના 3 ઉમેદવાર જાહેર
વોર્ડ-7મા ભાજપે 4 ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં છાયાબેન દેસાઈ, જીગીશ શાહ, આસીત રાંદેરવાલા અને અશ્વિનીબેન મિસ્ત્રી છે. કોંગ્રેસના 3 ઉમેદવાર જે જાહેર કર્યા છે તેમાં કરિશ્માબેન પટેલ, શાહીનબેન પઠાણ અને સતીશ પટેલનો સમાવેશ કર્યો છે. 1 બેઠકનું નામ જાહેર કર્યું નથી.

જેવું વાવશો તેવુું લણશો, સે‌વક ચૂંટવાનો પ્રજાને અવસર
1) તમે ઉમેદવારાેનું મૂલ્યાંકન કેવી રીતે કરશાે? પક્ષ, વ્યક્તિગત પ્રતિભા કે જ્ઞાતિના આધારે?
2) પ્રજાના સેવકો પાસે તમારી અપેક્ષા શું છે ?

સમસ્યાનું નિરાકરણ લાવે તેવા ઉમેદવાર અનિવાર્ય
ઉમેદવાર ભણેલો અને યુવાન હોવો જોઈએ, ઉમેદવાર સ્થાનિક હોવો જોઈએ. વોર્ડની સમસ્યાનું નિરાકરણ કરી શકે એવો મજબૂત હોવો જોઈએ. ઉમેદવાર પક્ષ આધારે હોવો જોઈએ. વોર્ડની સમસ્યાને પ્રાથમિકતા આપી તેનું નિરાકરણ લાવવું જોઈએ, પોતાની જીત પછી પણ વોર્ડમાં પોતાની મુલાકાત આપવી જોઈએ અને દરેક વ્યક્તિની સમસ્યા જાણવી જોઈએ. > ચેતન દેસાઈ, સેલ્સ મેનેજર, કેવલ્યધામ, છાપરા રોડ

લોકોના પ્રશ્નને યોગ્ય સ્તરે રજૂઆત કરી શકેે તે જરૂરી
નવસારીની સ્થાનિક સ્વરાજ ચૂંટણી હોય ઉમેદવાર પણ સ્થાનિક અને લોકોને ઓળખતા હોવો જોઈએ. સ્વભાવ પણ સારો હોવો જોઈએ. લોકોના પ્રશ્નોને સારી રીતે સમજીને યોગ્ય સ્તરે રજૂઆત કરે અને તેનું નિરાકરણ ન થાય ત્યાં સુધી સતત લાગી રહેવું પડે. જ્ઞાતિવાદના આધારે ટિકિટ આપે તે ખોટી વાત છે. વોર્ડના પ્રશ્નોની રજૂઆત પાલિકામાં કરે તેવા ઉમેદવારની જરૂર છે. > કમલેશ જરીવાળા, વેપારી, ટાવર પાસે,નવસારી

લોકસંપર્ક ધરાવતા અને પ્રશ્નો ઉકેલે તેવા સેવક આવકાર્ય
લોકોની જરૂરિયાતને પૂર્ણ કરે તેવા હોવા જોઈએ. ચૂંટણી આવે ત્યારે નવા સભ્યો પ્રજા સામે મત માંગવા આવે તેવી રીતે ચૂંટાયા બાદ પણ લોકોનો સામેથી સંપર્ક કરે અને લોકોની સમસ્યા દૂર કરવા તૈયારીઓ કરતા હોય તેવા મળતાવડા સ્વભાવવાળા યુવા ઉમેદવાર હોવા જોઈએ. સામાન્ય માણસોની સમસ્યા રસ્તા, પાણી અને ગટરના તેમજ વિવિધ પ્રકારના દાખલાઓ માટે નગરસેવકની જરૂર હોય ત્યાં તેમને કામ આવે તેવા હોવા જોઈએ. > કમલેશ પટેલ, વાયરમેન, ગોહિલ હોસ્પિટલ સામે, દુધિયા તળાવ, નવસારી

​​​​​​​પક્ષ કે જ્ઞાતિ નહીં નિષ્ઠા-સેવાભાવ જોવાશે
ઉમેદવારની પસંદગી જ્ઞાતિ આધારિત નહીં પણ સૌ સાથે મળીને કામ કરે તેવા ઈમાનદાર ઉમેદવારની આજે જરૂર છે. કોઈ પણ ધર્મ, જ્ઞાતિ કે પક્ષ નહીં પણ ઈમાનદારીપૂર્વક કામ કરે તેવા લોકનાયકની પસંદગી કરવી જોઈએ. કોઈ પણ કામ હોય તે નિષ્ઠા પૂર્વક કામ કરે અને પક્ષ લાયક ઉમેદવારને ટિકિટ આપે પણ આવા ઉમેદવાર પાંચ વર્ષમાં એક વાર આવે તેવો નહીં પણ જનતાના મત ઉપર વિજયી બન્યા છે તેવા ઉમેદવાર સૌને સાથે લઈ ને ચાલે તેવા ઉમેદવાર ને ચૂંટવા જોઇએ. > અનિતા છાજેડ, ગૃહિણી, આશાનગર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો