• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • In The Presence Of BJP Leaders Who Had Gone For Campaigning In Ancheli Village Of Navsari, The Leader Took The Microphone And Took A Class.

ટ્રેનનો સ્ટોપ નહીં તો વોટ નહીં:નવસારીના અંચેલી ગામમાં પ્રચાર માટે ગયેલા ભાજપના નેતાઓની હાજરીમાં આગેવાને માઈક લઈ બરાબરનો ક્લાસ લીધો

નવસારી18 દિવસ પહેલા
  • ગામે જાગૃતિ બતાવી તમામ રાજકીય પાર્ટીઓને પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો

વિધાનસભાની ચૂંટણી અંતર્ગત જે તે પક્ષના ઉમેદવારો ગ્રામ્ય અને શહેરી કક્ષાએ જઈને પ્રચાર અભિયાન હાથ ધરી રહ્યા છે. ત્યારે શાસક પક્ષના ઉમેદવારોને ભૂતકાળની કામગીરીને લઈને રોષના ભોગ બનવું પડતું હોય છે. ત્યારે આવું જ કંઈક થયું છે નવસારી વિધાનસભાના ઉમેદવાર રાકેશ દેસાઈ અને જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ સાથે.

નવસારી શહેરને અડીને આવેલા અંચેલી ગામ સહિત અન્ય 18 ગામના હજારોની સંખ્યામાં પાસહોલ્ડર વર્ગને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે કોરોનાકાળથી બંધ થયેલી જરૂરી ટ્રેનો સ્ટોપેજ આ ગામના રેલવે સ્ટેશનને મળ્યું નથી. જેને કારણે કલેક્ટર,ધારાસભ્ય,સાંસદ સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરીને થાકેલા ગ્રામજનોએ ચૂંટણીના બહિષ્કાર કરવાનો માર્ગ મજબૂરીવશ અપનાવ્યો છે.

ગામના દરેક ઘર ઉપર લોકોએ કોઈપણ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર કરવા ન આવવું તેવું લખાણનું બેનર લગાવ્યું છે. ત્યારે ગઈકાલે ભાજપના ઉમેદવાર રાકેશ દેસાઈ સહિત જિલ્લા પ્રમુખ અને અન્ય હોદ્દેદારો પ્રચાર કરવા માટે આ ગામમાં ગયા હતા ત્યારે ગ્રામજનોએ ટ્રેનના સ્ટોપેજ બાબતે રોકડું પરખાવ્યું હતું અને ઉમેદવારને રોષના ભોગ બનવું પડ્યું હતું. કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં પણ એક નાના ગામનો જરૂરી પ્રશ્ન હલ કરવામાં ભાજપના ધારાસભ્યો,સાંસદ નિષ્ફળ ગયા હોવાના આક્ષેપો ગ્રામજનો લગાવ્યા હતા.

કોરોના કાળ અગાઉ ટ્રેન સ્ટોપેજ મળતું હતું જેના કારણે માસિક 200 રૂપિયાનો જે પાસ બનતો હતો તેના સ્થાને હવે ગ્રામજનોને 2000થી વધુનો ખર્ચો કરીને પ્રાઇવેટ અથવા બસ દ્વારા સુરત અને વાપી નોકરીએ જવાની નોબત આવી છે. જે બજેટ ઉપર સીધી અસર પાડે છે જેને કારણે એના સમગ્ર ગામે સામૂહિક આંદોલન કરવું પડ્યું છે.

અંચેલી ગામના આગેવાન હિતેશ નાયકના જણાવ્યા અનુસાર નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાલમાં મજબૂત સ્થાન ધરાવે છે તેમ છતાં પોતાના લોકસભા મત ક્ષેત્રમાં એક નાનકડા ગામનો પ્રશ્ન હલ કરવામાં તેઓ નિષ્ફળ ગયા છે. જો અંચેલી ગામમાં ટ્રેનનો પ્રશ્ન હલ ન થાય તો લોકશાહીના આ મહાપર્વમાં ગ્રામજનો મજબૂરીવશ મતદાનથી અળગા રહેશે જે રાજકીય પાર્ટીઓને નિષ્ફળતાની નિશાની કહી શકાય.

અન્ય સમાચારો પણ છે...