• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • In The Last Fortnight In Navsari District, 4 Students Studying In School college Became Infected With Corona, Parents And Teachers Were Slapped.

કોરોનાએ માથું ઊંચક્યું?:નવસારી જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં શાળા-કોલેજમાં ભણતા 4 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા, વાલીઓ અને શિક્ષકોમાં ફફડાટ ફેલાયો

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • 12 થી 18 વર્ષની ઉમરના લોકોનું વહેલું વેક્સિનેશન ચાલુ થાય તેવી આશા

નવસારી જિલ્લામાં કોરોનાએ ફરી માથું ઊંચકતાં જિલ્લામાં ભયની લહેર ફરી વળી છે. આજે વધુ એક 21 વર્ષીય યુવાન કોરોના પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. છેલ્લા પંદર દિવસમાં કોરોના 12, 14 અને 15 વર્ષના શાળામાં ભણતાં કિશોરોને ભેટી ગયો હતો, જેને પગલે સ્કૂલ સંચાલકો અને વાલીઓમાં પણ ફડક પેંઠી છે. ત્યાં વધુ એક યુવાન કોરોનામાં સપડાતાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

વિશ્વભરના અનેક દેશોમાં કોરોના હજી પણ સક્રિય રહેવા સાથે જીવલેણ સાબિત થયો છે. ભારતમાં પણ રોજીંદા કેસો અને એક્ટિવ કેસોમાં ઘટાડો થયો છે પરંતુ હજુ પણ સેંકડો લોકો કોરોનાના મોતના ખપ્પરમાં હોમાઈ રહ્યાં છે. તો બીજી તરફ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે તેવી દહેશત પણ અકબંધ છે. ત્યારે એકાદ મહિનો કોરોનામુક્ત રહ્યાં બાદ નવસારી જિલ્લામાં પણ કોરોનાએ ફરીથી માથું ઊંચકતાં ભયની લહેર ફરી વળી છે.

આજે ગણદેવીના 21 વર્ષીય યુવાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તેને પગલે અત્યાર સુધીના કોરોનાના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 7,204 ઉપર પહોંચી છે. તો સાથે જ એક્ટિવ કેસની સંખ્યા પણ આજની તારીખે વધીને 7 થઈ છે. ખાસ નોંધનીય વાત તો એવી છે કે છેલ્લા પંદર દિવસ દરમિયાન સ્કૂલમાં ભણતી 12 વર્ષીય એક વિદ્યાર્થિની ઉપરાંત હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં 14 અને 15 વર્ષીય બે વિદ્યાર્થીઓના રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતાં, જેમની સારવાર હજુ ચાલી રહી છે. ખાસ્સી તકેદારી બાદ જિલ્લામાં સ્કૂલો શરૂ થઈ શકી છે. પરંતુ હવે શાળાઓના કિશોરો કોરોનાની ઝપેટમાં આવવા શરૂ થતાં શાળા સંચાલકો અને ખાસ કરીને વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભારત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ટૂંકમાં જ 12થી 18 વર્ષની વયના બાળકોનું વેક્સિનેશન શરૂ કરાશે. જો કે નવસારીમાં આવી સ્થિતિ સર્જાતાં બાળકોનું વેક્સિનેશન તાકીદે શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...