પોલીસનો સપાટો:નવસારી પોલીસે છેલ્લા 16 દિવસમાં વિવિધ જગ્યાએથી રૂ. 9 લાખથી વધુનો દારૂ ઝડપ્યો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂની બોટલો સાથે વાહનો મળીને કુલ રૂ, 37 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

રાજ્યભરમાં દારૂ અને જુગારનો વેપલો વધતો જઇ રહ્યો છે, ત્યારે નવસારી પોલીસે આગામી તહેવારોમાં દારૂની રેલમછેલ ઘટાડવાના ભાગરૂપે દારૂ વેચતાં શખ્સો સામે લાલ આંખ કરી છે. દમણથી ગુજરાતના ખૂણે ખૂણે દારૂ સપ્લાય થાય છે અને તે પણ નવસારી ને અડીને આવેલા હાઇવે નંબર 48 ઉપરથી. ત્યારે 1 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી નવસારી પોલીસે કુલ 10 હજાર 474 નંગ દારૂની વિદેશ બોટલ ઝડપી પાડી છે. જેની બજાર કિંમત 9 લાખ 35 હજાર 575 થાય છે. સાથે દારૂની હેરફેરીમાં વપરાતા વાહન અને મોબાઈલ અને રોકડ મળી રૂપિયા 37 લાખ 57 હજાર 175 જેટલો મુદ્દામાલ માત્ર 16 દિવસના અંતરલમાં ઝડપી પાડ્યો છે.

નવસારી શહેરથી 80 કિલોમીટર દૂર દમણથી મોટી સંખ્યામાં દારૂની સપ્લાય થાય છે. ત્યારે હાઇવે બુટલેગરો માટે સૌથી સરળ ટ્રાસપોર્ટેશન માધ્યમ બન્યું છે. એટલે કાર કે ટ્રક મારફત વર્ષ દરમ્યાન મોટી સંખ્યામાં દારૂની કારટિંગ થાય છે.આ દારૂનું દુષણ ડામવા માટે જિલ્લા પોલીસે બુટલેગરો વિરુદ્ધ લાલ આંખ કરી છે અને મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે. માત્ર 16 દિવસમાં પોલીસે 9 લાખનો દારૂ ઝડપી પાડ્યો હોયો તો સમગ્ર મહિનો અને વર્ષ દરમ્યાન કેટલા કરોડના દારૂની હેરાફેરી થતી હશે તે આંકડો ચોક્કસ ચોંકાવનારો હશે

અન્ય સમાચારો પણ છે...