જોબ પ્લેસમેન્ટ:કૃષિ યુનિ.માં 88 કંપનીના ઈન્ટરવ્યૂમાં 166 છાત્રોને નોકરીથી ખુશીનો માહોલ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ.પી. પટેલના નેતૃત્વ અને વિદ્યાર્થી કલ્યાણ નિયામક ડો. રાજેન્દ્ર નાયકના માર્ગદર્શન હેઠળ સમગ્ર યુનિવર્સિટીના પ્લેસમેન્ટ એન્ડ કાઉન્સેલિંગ હેડ એવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ટ્રેનર ડૉ. મેહુલ જી. ઠક્કરના સંનિષ્ઠ પ્રયાસોથી હાલમાં જ સંપન્ન થયેલ જોબ પ્લેસમેન્ટ પ્રોસેસ-2022ને શાનદાર સફળતા મળી છે. આ સેલ દ્વારા અગાઉના 10 વર્ષોના તમામ રેકોર્ડ તોડીને 2022માં સર્વોચ્ચ એવા 88 કંપનીના પ્લેસમેન્ટ ઈન્ટરવ્યુ આયોજીત કરીને 166 વિદ્યાર્થીને 8 લાખના સર્વોચ્ચ પગારધોરણ સાથે નોકરીની તકો ઘરઆંગણે જ ઉપલબ્ધ કરાવતા વિદ્યાર્થી આલમમાં ઉત્સાહ વ્યાપી ગયો છે.

આ વર્ષે પ્લેસમેન્ટમાં ભાગ લેનારા યુનિવર્સિટીના 70.94% વિદ્યાર્થીઓને આકર્ષક પગાર સાથે નોકરી મળતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીના સ્વપ્નો પૂરા થવાની સુખદ અનુભૂતિ થઇ રહી છે. યુનિવર્સિટીના પ્લેસમેન્ટ એન્ડ કાઉન્સેલિંગ હેડ તરીકે 2012 થી સતત ઇન-હાઉસ ટ્રેનિંગ, પ્રોફેશનલ ગ્રુમીંગ, કેરિયર કાઉન્સેલિંગ કાઉન્સેલિંગ તથા કેમ્પસ ઈન્ટરવ્યુના આયોજન થકી વિદ્યાર્થીઓને નોકરી અપાવવાની કામગીરી કરી રહેલા ડો. મેહુલ જી. ઠક્કરના જણાવ્યા મુજબ દર વર્ષે ઊંચા પગાર સાથે થઇ રહેલું વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ નવસારી યુનિવર્સિટીમાં અપાતા ગુણવત્તાસભર શિક્ષણનો બોલતો પુરાવો છે.

આ સેલના માર્ગદર્શક વડા વિદ્યાર્થી કલ્યાણ નિયામક ડો. આર.એમ. નાયકના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીઓની પોતાની મહેનત, તજજ્ઞ શિક્ષકગણનું સચોટ માર્ગદર્શન કુલપતિના નેતૃત્વના પરિણામે યુનિવર્સિટી કેમ્પસ પ્લેસમેન્ટ બાબતે રાજ્યમાં અગ્રેસર રહી છે અને આ વર્ષે પ્લેસમેન્ટ પ્રોસેસ-2023ની શરૂઆત પણ નવેમ્બર-2022માં જ GSFC Ltd. જેવી કંપનીના કેમ્પસ ઈન્ટરવ્યુ સાથે થઇ ગઈ છે.

‘મેન ઓફ ફ્રુટ ફ્લાય’ તરીકે વિખ્યાત કુલપતિ ડો. ઝેડ.પી. પટેલે જોબ પ્લેસમેન્ટ પ્રોસેસમાં મળેલ અદ્વિતીય સફળતાનો શ્રેય વિદ્યાર્થીઓની ક્ષમતાઓને અને યુનિવર્સિટીની બેજોડ એવી ‘ઇન્ટીગ્રેટેડ પ્લેસમેન્ટ સિસ્ટમ’ને આપવા સાથે કૃષિ ક્ષેત્ર માટે સક્ષમ માનવબળ તૈયાર કરવાના મિશનનો પુનરોચ્ચાર કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પ્લેસમેન્ટ પ્રેફરન્સ ફોર્મ, પાવરફુલ પ્રિ-પ્લેસમેન્ટ પ્રીપેરેટરી ટ્રેનિંગ, સોફ્ટ સ્કીલ્સ ડેવલોપમેન્ટ ટ્રેનિંગ, ફોર્મલ પ્લેસમેન્ટ પોલીસી – પ્લેસમેન્ટ આચારસંહિતા, પ્લેસમેન્ટ બ્રોશર પબ્લિકેશનમાં “ફર્સ્ટ મુવર એડવાન્ટેજ” અને પરિણામલક્ષી કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન એમ ડૉ. મેહુલ જી. ઠક્કરે ડિઝાઇન કરેલ ‘સુપર સીક્સ ફોર્સીસ’ થકી કૃષિ અને સંલગ્ન શાખાઓના વિદ્યાર્થીઓને નોકરીની વિપુલ તકો ઉપલબ્ધ થતા, સાચા અર્થમાં ભારતનું કૃષિક્ષેત્ર હવે વૈશ્વિક પ્રવાહો સાથે વ્યવસ્થાપનના કદમ ભરી રહ્યું છે.

પ્લેસમેન્ટ વર્ષઈન્ટરવ્યુછાત્ર
202288166
20216679
202062181
201969183
201874217
201766201
201652190
201539155
201439130
201333144
અન્ય સમાચારો પણ છે...