16મી જાન્યુઆરીથી શરૂ થયેલ કોવિડ રસીકરણમાં પહેલો ડોઝ મહત્તમ પૂર્ણ થયો છે. આમ તો દિવાળી અગાઉ 18 વર્ષની ઉપલી વયના 90 ટકાએ પહેલો ડોઝ લીધાનું સરકારી ચોપડે બતાવે છે પરંતુ હકીકતમાં હાલ રહેલા 98 ટકાએ પહેલો ડોઝ લઈ લીધો છે. બીજો ડોઝ પણ 71 ટકા લોકોએ લીધો છે. કાળી ચૌદશના દિવસે પણ રસીકરણ ચાલુ રહ્યું હતું. અને 3456 લોકોએ રસી લીધી હતી. જેમાં 675 જણાંએ પહેલો ડોઝ અને 2771 જણાંએ બીજો ડોઝ લીધો હતો.
કોરોનાનો નવો કેસ નહીં, 6 દર્દી હોમ આઇસોલેટ
કાળી ચૌદશના દિવસે જિલ્લામાં કોરોનાનો કોઈ પોઝિટિવ કેસ સરકારી ચોપડે નોંધાયો ન હતો અને કુલ કેસની સંખ્યા 7247 જ રહીં હતી. જોકે કોરોનાની સારવાર લેતા 3 દર્દી રિકવર થયા હતા. કુલ રિકવરની સંખ્યા 7046 થઈ હતી અને એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 8 જ રહી હતી. જેમાં હોસ્પિટલમાં 2 દર્દી સારવાર લઈ રહ્યો છે, અન્ય 6 જણાં હોમ આઈસોલેશનમાં જ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.