તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:જિલ્લામાં મંગળવારે 9297નું કોવિડ રસીકરણ, 18+ના 5599 લોકોએ વેક્સિન લીધી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં મંગળવારે 9297 જણાએ કોવિડ રસી લીધી હતી. જિલ્લામાં જે રસીકરણ થયું તેમાં તાલુકાવાર જોતા નવસારીમાં 2026, જલાલપોરમાં 1941, ગણદેવીમાં 1810, ચીખલીમાં 905, ખેરગામમાં 790 અને વાંસદા તાલુકામાં 1825 જણાએ રસી લીધી હતી. 5369 જણાએ પહેલો ડોઝ અને 3928 જણાએ બીજો ડોઝ લીધો હતો. 18થી 44 વર્ષ વચ્ચેના 5599 જણાએ પહેલો અને બીજો ડોઝ લીધો હતો. 45+ઉપરનાએ પણ રસી લીધી હતી.

સુપાની 100% રસીકરણની સિદ્ધિ
નવસારીના ઐતિહાસિક સુપા ગામે 100 ટકા રસીકરણની સિદ્ધિ હાંસલ કરી દીધી છે. નવસારી તાલુકાના સુપા ગામે હળપતિ, હરિજન, અનાવિલ, કુંભાર સહિત અનેક કોમના લોકો રહે છે. આ ગામમાં કોવિડ રસીકરણ કરાવવાપાત્ર 1665 જણા 18 વર્ષથી વધુની વયના છે. આ તમામ લોકોએ રસીનો પહેલો ડોઝ લેતા સુપાએ 100 ટકા કોવિડ રસીકરણની સિદ્ધિ હાંસલ કરી લીધી છે. ગામમાં પાત્રતા ધરાવતા તમામ લોકો રસી લે તે માટે આરોગ્યનો સ્ટાફ, ગામના સરપંચ આશિષ નાયક સહિતના ચૂંટાયેલ પ્રતિનિધિઓ જહેમત ઉઠાવી રહ્યાં છે.

કોરોનાનો નવો કેસ નહીં
જિલ્લામાં મંગળવારે પણ કોરોનાનો કોઈ નવો પોઝિટિવ કેસ નોંધાયો ન હતો અને કુલ કેસની સંખ્યા 7183 જ રહી હતી. કુલ રિકવર સંખ્યા પણ 6990 જ રહી હતી. એક્ટિવ કેસ 1 છે, જે દર્દી હાલ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં હાલના દિવસોમાં કોરોનાના કેસો લગભગ નહિવત બહાર આવી રહ્યા છે અને ત્રીજી લહેરના હાલ કોઈ એંધાણ દેખાતા નથી.

અન્ય સમાચારો પણ છે...