• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • In The Bullet Train Project, The Same Compensation Was Paid To The Farmers In The Expressway, CR Patil Distributed Checks Worth Rs 123 Crore To The Farmers.

ખેડૂતોની માંગણી સ્વીકારાઈ:બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખેડૂતોને જેટલુ વળતર ચૂકવાયુ તેટલુ જ વળતર એક્સપ્રેસ વેમાં પણ ચૂકવવામાં આવ્યું, સી.આર.પાટીલે ખેડૂતોને 122 કરોડના ચેકનું વિતરણ કર્યું

નવસારીએક મહિનો પહેલા
  • એક્સપ્રેસ વે પ્રોજેક્ટના જમીન સંપાદનની કામગીરીની શરૂઆત થતાં ખેડૂતોને વળતર ઓછું મળતું હોવાની ફરિયાદ ઉઠી હતી
  • સી. આર પાટીલે ખેડૂતોની જે વળતરની માંગ હતી, તે મુદ્દે વાટાઘાટો કરીને રૂપિયા 1600 કરોડ મંજૂર કરાવ્યાં

નવસારી જિલ્લામાં એક્સપ્રેસ વેમાં વળતરને લઈને મામલો ગૂંચવાયો હતો. જોકે, સાંસદ સીઆર પાટીલે મધ્યસ્થી કરી ઉકેલ લાવતા હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જેટલું વળતર ખેડૂતોને ચૂકવાયું હતું. એટલું જ વળતર એક્સપ્રેસ વેમાં પણ ચૂકવવામાં આવ્યું છે. આજે સોમવારે સાંસદ સીઆર પાટીલે નવસારી કલેક્ટર કચેરી ખાતે 5 ગામના ખેડૂતોને 122 કરોડના ચેકનું વિતરણ કર્યું હતું.

નવસારી જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યુ છે. ત્યારે બુલેટ ટ્રેન જિલ્લામાંથી પસાર થઈ રહી છે. જેમાં પ્રાથમિક તબક્કામાં વળતરને લઈને ગૂંચવાડો ઊભો થયો હતો અને વિરોધના વંટોળો પણ જોવા મળ્યા હતા. જેમાં સમય જતાં ખેડૂતોની માંગણી પ્રમાણે વળતર આપવા માટે તંત્ર રાજી થયું હતું. જોકે, ફરિવાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી થોડા જ અંતરે વડોદરાથી મુંબઈ એક્સપ્રેસવેના પ્રોજેક્ટના જમીન સંપાદનની કામગીરીની શરૂઆત થતાં ખેડૂતોને વળતર ખૂબ જ ઓછું મળતું હોવાની ફરિયાદ સામે આવી હતી.

તાલુકાની દ્રષ્ટિએ અલગ-અલગ જંત્રીના માપદંડ મુજબ વળતર મળતું હતું. જેથી જે તાલુકામાં ઓછું વળતર મળતું હતું તેવા ખેડૂતોએ વિરોધ નોંધાવીને આરબીટેશનમાં જવાનો નિર્ણય કર્યો હતો. જેમાં સમગ્ર મુદ્દે હવે બુલેટ ટ્રેનમાં જે માપદંડથી વળતર ચૂકવાયું હતું, તે જ માપદંડોનો ઉપયોગ એક્સપ્રેસ વેમાં વપરાતી જમીન સંપાદનના વળતરમાં કરવામાં આવ્યો છે, જેને લઈને આજે સોમવારે સાંસદ સીઆર પાટીલે નવસારી કલેક્ટર કચેરી ખાતે 5 ગામના ખેડૂતોને 122 કરોડના ચેકનું વિતરણ કર્યું હતું. સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલે આ સમગ્ર મુદ્દે ખેડૂતોની વાત સાંભળીને તેમની જે વળતરની માંગ હતી, તે મુદ્દે વાટાઘાટો કરીને રૂપિયા 1600 કરોડ મંજૂર કરાવ્યાં હતા. જેમાં આજે પાંચ ગામોના ખેડૂતોને રૂપિયા 122 કરોડના ચેકનું વિતરણ કર્યું હતું. સાંસદ સીઆર પટેલના જણાવ્યાં મુજબ ખેડૂતો સરકારના વળતરના નિયમથી એટલા ખુશ થયા છે કે બાકીની જમીન પણ આપવા તેઓ તૈયાર થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે જે પણ વિકાસના કાર્યો કરવા હોય તેમાં ખેડૂતો પાસે જ જવું પડે જેથી ખેડૂતલક્ષી નીતિ બનાવીને તેમણે વળતરના નાણાં તેમની માંગ મુજબ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. જેથી આજે ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...