તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:1 PIની સુરતમાં જ્યારે 4 PSIની આંતરીક બદલી, બદલીના પગલે અન્ય કર્મીઓમાં ફફડાટ

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં 1 પીઆઇ અને 4 પીએસઆઈની મોડી સાંજે બદલી કરી દેવામાં આવી હતી. જિલ્લામાં વહીવટી સરળતા માટે આ બદલી કરાઈ હોવાની માહિતી પણ મળી છે. નવસારી જિલ્લામાં ફરજ બજાવતા 1 પીઆઇ અને 4 પીએસઆઈની એકીસાથે બદલીનો ઓર્ડર મોડી સાંજે એસપીએ કરતા ફફડાટ મચી ગયો છે. જેમાં ધોલાઈ મરીન પીઆઇ તરીકે ફરજ બજવતા એમ.બી.રાઠોડની બદલી સુરત શહેર પોલીસમાં કરી દેવામાં આવી છે. જ્યારે અન્ય ચાર પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જિલ્લામાં આંતરિક બદલી કરાઈ છે.

જેમાં બીલીમોરા પીએસઆઇ તરીકે ફરજ બજાવતા કે.એમ.વસાવાની બદલી મરીન પોલીસ સ્ટેશને ઈનચાર્જ અને વધારાનો ચાર્જ બીલીમોરાના સિનિયર પીએસઆઈ તરીકે, જલાલપોર પીએસઆઈ પી.આઇ.કરેનની નવસારી ટાઉનમાં, નવસારી ટાઉનમાં ફરજ બજાવતા પીએસઆઈ એ.એન.ચૌધરીની જલાલપોર પોલીસ મથકે ઈનચાર્જ પીઆઈ તરીક અને ટાઉનમાં ફરજ બજાવતા પીએસઆઈ એ.આર.સૂર્યવંશીની એલસીબીમાં બદલી કરી દેવાઈ હતી.

હવે પછી અન્ય પોલીસકર્મીઓમાં બદલીનો દોર આવશે તેમ ચર્ચા ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમયાંતરે નવસારી જિલ્લાના પોલીસ બેડામાં બદલીનો દોર ચાલતો રહ્યો છે, પરંતુ કોઇ અધિકારીને જિલ્લા બહાર બદલી થઇ હોય તેવું ઓછા કિસ્સામાં જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...