વિવાદ:સામાપોર ગામે આંબાવાડીમાં રસ્તા મુદ્દે બે પરિવાર બાખડ્યાં

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

જલાલપોરમાં રહેતા અમૃતભાઈ બળવંતભાઈ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી કે તેમના ભાઈ નરેન્દ્રભાઈ આંબાવાડીમાં ગયા હતા. દરમિયાન મહોલ્લાના જ વીપીન રતિલાલ, તેમના પત્ની વાસંતીબેન અને પુત્ર ધર્મેશભાઈ તેમના ભાઈને આંબાવાડીમાં આવવા જવાના મુદ્દે બોલાચાલી થતા વીપીન પટેલ અને તેમના પરિવાર દ્વારા એકસંપ થઈ કુહાડી વડે હુમલો કર્યો હતો અને તેઓએ નરેન્દ્રભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. કુહાડી વડે હુમલો કરાતા નરેન્દ્રભાઈને ઈજા પહોંચતા ચાર ટાંકા આવ્યા હતા.

સામા પક્ષે વાસંતીબેન વીપીનભાઈ પટેલે ફરિયાદ આપતા જણાવ્યું કે અમૃતભાઈ બળવંત અને તેમનો ભાઈ નરેન્દ્રભાઈ તેમની સાથે તેમના પતિ અને પુત્ર સાથે આંબાવાડીમાં જવાના રસ્તા બાબતે અદાવત હોય બોલાચાલી કરી હતી અને તેમના હાથમાંથી કુહાડી ખેંચવા જતા તેમને હાથમાં સામાન્ય ઇજા થઇ હતી. આ બાબતે તેઓએ અમૃતભાઈ અને નરેન્દ્રભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હેકો રાજુભાઇ ગોરખભાઈ તપાસ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...