કપિરાજના ત્રાસથી ગ્રામજનોને મળ્યો છુટકારો:નવસારીના સુપામાં એક માસમાં 50થી વધુ ગાડીઓના કાચ અને ઘરોના કાચ તોડી કપિરાજે મચાવ્યો હતો આતંક, અંતે પાંજરે પુરાયો

નવસારી16 દિવસ પહેલા
  • ઘણા સમયથી બાઈકના સાઈડ મિરર, ઘરના બારીના કાચ તોડતા ગામજનોમાં ફફડાટ વ્યાપ્યો હતો
  • વનવિભાગે મહા મહેનતે કપિરાજને પાંજરામાં પુરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

નવસારીના સુપા કુરેલ ગામમાં તોફાની કપિરાજે હાહાકાર મચાવ્યો છે. જે વસ્તુ પર નજર જાય તેને આ કપિરાજ ત્વરિત તોડી નાખી નુકસાન પહોચાડતો હતો. જેથી ગ્રામજનો પરેશાન થયા હતા. જોકે, આ અંગે વનવિભાગને જાણ કરાતા વનવિભાગે કપિરાજને પુરવા પાંજરૂ મુક્યું હતું. જેમાં આજે રવિવારે કપિરાજ પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ કપિરાજ દ્વારા ઘણા સમયથી બાઈકના સાઈડ મિરર, ઘરના બારીના કાચ તોડતા ગામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. એક માસથી ગામમાં ઘર કરી ગયેલા કપિરાજે આતંક ફેલાવ્યો હતો. જેથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. જે વસ્તુ પર નજર જાય તેને આ કપિરાજ ત્વરિત તોડી નાખી નુકસાન પહોચાડતો હતો. કપિરાજના કારણે ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.

આ કપિરાજ દ્વારા છેલ્લા એક માસમાં ગામમાં 50 થી વધુ ગાડીઓ અને ઘરોમાં મુકેલા સરસામાનને નુકસાન પહોચાડ્યું હતું. કપિરાજને પકડવા માટે વનવિભાગ દ્વારા પાંજરું પણ મૂકવામાં આવ્યું હતું. ત્યારે આજે રવિવારે વહેલી સવારે કપિરાજ પાંજરે પુરાતા ગામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ કપિરાજે ગામમાં દહેશતનું વાતાવરણ ઉભું કર્યું છે. ક્યારેક લોકોની ઘરની બારીઓના તો ક્યારેક બહાર પાર્ક કરેલા વાહનોના કાચ તોડીને સાથે લઇ જતો હતો. તેમજ જો તેને ભગાડવાની કોશિસ કરાય તો તેના હુમલાનો શિકાર બનવું પડે છે. જેથી ગ્રામજનો આ કપિરાજને કારણે લોકડાઉન જેવી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં હતા. આ કપિરાજના ત્રાસથી બચવા ગ્રામજનો દ્વારા એનજીઓ અને વનવિભાગનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો અને મહા મહેનતે કપિરાજને પાંજરે પુરાવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...