તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:નવસારીમાં વધુ 17 પોઝિટિવ સાથે કુલ આંક 1810, એક્ટિવ કેસ 127

નવસારી7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં 6 દિવસમાં કોરોનાના 99 કેસ નોંધાયા

નવસારી જિલ્લામાં મંગળવારે વધુ 17 કેસ કોરોના પોઝિટિવ આવતા છેલ્લા 6 દિવસમાં 99 પોઝિટિવ કેસ નોંધાયા છે. નવસારી આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી મંગળવારે નવસારી જિલ્લામાં નવસારી શહેરમાં 13, વાંસદામાં 3 અને ચીખલીમાં 1 મળી કુલ 17 કેસ નોંધાયા હતા. તેની સાથે કુલ આંક 1810 થયો છે. હાલમાં એક્ટિવ કેસ 127 છે. જ્યારે 14 દર્દીઓને રજા અપાઇ હતી.

નવસારી જિલ્લામાં એક સપ્તાહમાં કોરોનાના કેસોમાં આશ્ચર્યજનક વધારો નોંધાયો છે. મંગળવારે નવા 17 કેસ નોંધાયા હતા. જેમાં નવસારીમાં 13 કેસ, વાંસદામાં 3 અને ચીખલીમાં 1 કેસ નોંધાયા છે. નવસારીમાં કોરોના કેસમાં વધારો થવા સાથે મંગળવારે સેમ્પલની સંખ્યા પણ વધારો કરતા આરોગ્ય વિભાગ દ્વારા 2104 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી મુજબ હમણાં સુધીમાં 171697 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં 167784 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. નવસારીમાં મંગળવારે વધુ 17 કેસ સાથે કુલ આંક 1810 થયો હતો. જ્યારે સારવાર લેતા 14 દર્દીને રજા અપાઇ હતી.

મિલકત વેરાની વસુલાતમાંથી નવરી પડેલી પાલિકાએ હવે માસ્કર પહેરવા સૂચના આપવા રિક્ષા ફેરવી
મંગળવારે આઝાદીનો અમૃત મહોત્સવ સમાપ્ત થતાની સાથે જ નવસારી-વિજલપોર શહેરોની શેરીઓમાં કોરોનાની સાવધાની, સલામતીના પગલો લેવા માટેની જાહેરાત ઓટો રિક્ષા મારફતે નગરજનોને આપવામાં આવી રહી છે. દરેક મહોલ્લો, દરેક વોર્ડમાં જઈ સાવધાનીના પગલાં લેવા માટેની રિક્ષા મારફતે એનાઉન્સ કરવામાં આવી રહ્યું છે.

હાલમાં નવસારી જિલ્લામાં સરકારી દફતરે જે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે એ બાબતે નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા રીક્ષા ફેરવામાં આવી રહી છે. જેમાં સરકારના નિયમ મુજબ જાહેરમાં થૂંકવા બદલ રૂ. 500 અને માસ્ક ન પહેરવા બદલ રૂ. 1000નો દંડ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો