સામાન્ય સભા:નવસારી-વિજલપોલ પાલિકામાં કરોડોના કામો ગણતરીની સેકન્ડોમાં મંજૂર કરાયા,સર્વોદય નગરમાં થયેલા ડીમોલિશનનાં પડઘા જોવા મળ્યા

નવસારી15 દિવસ પહેલા
  • સર્વોદયનગરની મહિલાઓએ પોલીસ દમનના વિરોધમાં પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસરનો ફૂલ આપ્યા

નવસારી-વિજલપોર નગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં પાણી, ડ્રેનેજ અને રસ્તાના કરોડોના કામો સેકંડોમાં બહુમતીના જોરે વિના ચર્ચાએ મંજૂર કરી દેવામાં આવ્યા હતા. સભામાં પોલીસ દમન સામે સર્વોદય નગરની મહિલાઓએ પાલિકા પ્રમુખ, સીઓ સહિત નગરસેવકોને ગુલાબના ફૂલ આપી અભિનંદન સાથે આભાર માની અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

કરોડોના કામ સેકન્ડોમાં મંજૂર કરાયા
નવસારી-વિજલપોર નગરપાલિકાના સભા હોલમાં આજે પાલિકા પ્રમુખ જીગીશ શાહની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભામાં એજન્ડાના 94 કામો અને વધારાના 79 કામોના કરોડો રૂપિયાના કામો ગણતરીની સેકન્ડોમાં બેંચ ઠોકી પાસ કરી દેવામાં આવ્યા હતા. જેમાં વિપક્ષી સભ્ય તેજલ રાઠોડે વધારાના કામો સામે વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે ભાજપી નગર સેવક વિજય રાઠોડે દશેરા ટેકરી વિસ્તારમાં 68.44 લાખ રૂપિયાના ડ્રેનેજ કામને દિવાળી પૂર્વે પૂર્ણ કરવા ટકોર કરી હતી. આ સાથે જ વોર્ડ નં. 13 માં આવેલી સર્વોદય સોસાયટીમાં ગેરકાયદેસર બનેલા રાધાકૃષ્ણ મંદિરના ડીમોલેશન સમયે પોલીસ દ્વારા મહિલાઓ સાથે કરેલા અભદ્ર વર્તન તેમજ ધક્કામુક્કી કરવાની ઘટનાનો ઉગ્ર વિરોધ નોંધાવી ભાજપી નગર સેવક વિજય રાઠોડ અને પ્રીતિ અમીને વખોડી કાઢી હતી. સાથે જ વિજય રાઠોડે ઘટના મુદ્દે નિંદા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સાથે જ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરનારા પોલીસ અધિકારી-કર્મચારીઓ સામે કાયદાકીય પગલાં લેવાની માંગ કરી છે.

સર્વોદય સોસાયટીની મહિલાઓએ ગાંધીગીરી કરી
પાલિકાની સામાન્ય સભામાં મહિલાઓ સાથે અત્યાચારના વિરૂદ્ધ રજૂ થયેલા નિંદા પ્રસ્તાવનો વોર્ડ નં. 13 ના જ ભાજપી નગરસેવિકા જાગૃતિ શેઠે સમર્થન ન આપતા સર્વોદય સોસાયટીની મહિલાઓએ તેમને ઘેરીને ચુંટણી સમયે આપેલા સમર્થનની યાદ અપાવી, મહિલા થઈને મહિલાઓના ન્યાય માટે સમર્થન કેમ ન આપ્યુ તેનો સવાલ પૂછયો હતો.

અન્ય સમાચારો પણ છે...