આદેશ:નવસારી-વલસાડ જિલ્લામાં એસટીના નવા અંશતઃ જ શિડ્યુલ શરૂ કરી શકાયા

ખારેલ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉચ્ચ સ્તરેથી 1લી મેથી અનેક શિડ્યુલો શરૂ કરવાનો આદેશ કરાયો હતો

એસ.ટી.ના જનરલ મેનેજર અને મુખ્ય પરિવહન અધિકારી દ્વારા 27મી અપ્રિલે 16 વિભાગની વિડીયો સભા થઇ હતી. જેમાં નવા કંડકટરોની ફાળવણી કરાતા 1લી મેથી નવિન શિડ્યુલ ચાલુ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ગુજરાત અને એસ.ટી.નિગમના સ્થાપના દિને કોઇપણ ડેપો મેનેજર-વિભાગ શક્ય બનાવ્યું નથી.

માત્ર વિભાગીય પરિવહન અધિકારીએ 30મી એપ્રિલે નવસારીને 6, વાપીને 4, વલસાડ-બીલીમોરાને 3-3 અને આહવાને બે કંડકટરોની ફાળવણી કરી કુલ 21 શિડ્યુલ ચાલુ કરવા માટે આદેશ આપ્યો હતો પરંતુ એકપણ ડેપો મેનેજરે 1લી મે નિગમ સ્થાપના દિનથી નવિન સેવા શરૂ કરી નથી એવું જાણવા મળે છે. પહેલા નવિન શિડ્યુલની ગોઠવણ વિભાગીય પરિવહન શાખામાં થતી અને ત્યાંથી જ ફોર્મ બે ત્રણ દિવસ પહેલા જે તે ડેપોને મોકલી અમલવારી કરવામાં આવતી હતી. આ વખતે એક દિવસનો પણ અવકાશ નહી આપી જે તે ડેપોએ જ નફાકારક રૂટ શરૂ કરવાની વિચિત્ર પ્રથા દાખલ કરી હતી.

નવસારી ડેપો મેનેજર રાવલના જણાવ્યા મુજબ નવસારી ડેપો એ આ આદેશ મુજબ નવસારીથી દાંડીની ઇન્ટરસિટી અને નવસારીથી કૃષ્ણપુરની ઇન્ટર સિટી બસ શરૂ કરી છે. ઉપરાંત નવસારીથી વાંસકુઈ અને વલસાડથી નિઝરની બસ ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. ડેપો મેનેજર વલસાડ દ્વારા જાણવા મળે છે કે 4થી મે થી વલસાડ ખેરગામ અગાસી નાઈટ શરૂ થઇ છે. બીજી ભૈરવી નાઈટ, ડેબરપાડા નાઈટ, 9.45ની પીપલખેડ નાઈટ અને ધરમપુર નવસારી સરા નાઈટ પણ બંધ છે.

વલસાડ ડેપો દ્વારા વલસાડથી સવારે 6 કલાકે કુકરમુંડા, ચીખલી, એંધલ,ખારેલ, નવસારી,સરભોણ બારડોલી શરૂ કરાય છે જે બસ બપોર 12.30 કલાકે કુકરમુંડાથી ઉપડી વલસાડ આવશે. એવી જ રીતે વલસાડથી સુરત એક્ષ.સર્વિસ 6 કલાકે અને સુરતથી દમણ માટે 8.45 કલાકે ઉપડી સચિન, નવસારી, ખારેલ, એંધલ, ચીખલી, વલસાડ થઇ દમણ જશે આ રૂટ એક્ષ.રૂટ હશે.

અન્ય સમાચારો પણ છે...