કોરોના અપડેટ:નવસારીમાં આજે ત્રણ શાળાના 9 વિદ્યાર્થીઓ સહિત 16 લોકો કોરોના સંક્રમિત બન્યા

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં શાળાના વિદ્યાર્થીઓ સંક્રમિત થવાનો સિલસિલો યથાવત રહેતા વાલીઓ ચિંતિત બન્યા

નવસારી જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્રમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો હોય તેમ 16 પૈકી પૈકી 9 વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાયા છે. AB સ્કુલના ધોરણ 10 માં કોરોના વિસ્ફોટ થયો છે.સ્કૂલના 7 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક પોઝિટીવ આવ્યા છે.છેલ્લા ત્રણ દિવસોમાં AB સ્કૂલના 15 વિદ્યાર્થીઓ સંક્રમિત થાય છે.સાથેજ ઉનાઈની વિદ્યાકિરણ હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓ પોઝિટીવ આવ્યા છે.

બે દિવસ અગાઉ પોઝિટીવ આવેલી વિદ્યાર્થીનીના વર્ગના જ વિધાર્થીઓ પોઝિટીવ આવ્યા છે.એરૂ ચાર રસ્તા નજીકની નારણલાલા સ્કૂલનો એક વિદ્યાર્થી પણ સંક્રમણનો ભોગ બન્યો છે.રાહતરૂપ કહી શકાય આજે એક મહિલા દર્દીએ કોરોનાને હરાવ્યો છે.સાથેજ જિલ્લામાં વધુ એક આધેડ મહિલાને કોરોના ભરખી ગયો છે.જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા વધીને 80 થઈ છે.

વેકસીનેશનની રાહતરૂપ કામગીરી

આજે જિલ્લામાં આશરે 60 હજાર જેટલા વિદ્યાર્થીઓ સામે આજે 16819 વિદ્યાર્થીઓ એ વેકસીનનો પહેલો ડોઝ લગાવ્યો છે.જેથી શાળામાં પ્રસરેલો કોરોના મહદઅંશે કાબુમાં આવશે તેવી આશા આરોગ્ય વિભાગ સેવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...