તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નવસારીમાં આજે નવા 135 કેસ સામે 122 દર્દી ડીસ્ચાર્જ થયા, 1 મોત

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 1200ને પાર પહોંચી

નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે જિલ્લામાં નવા 135 કેસ નોંધાયા છે,જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંક 5009 પર પહોંચી ચૂક્યો છે,બીજી તરફ સુખદ સમાચાર કહી શકાય કે 122 દર્દીઓ કોરોના ને પછાડી ને સાજા થઇ ઘરે પરત ફર્યા છે,અત્યાર સુધી 3673 દર્દીઓને રજા મળી આજે કોરોના થી 1 દર્દીનું મોત થયું છે,કુલ મૃત્યુ આંક 128 પર પહોંચ્યો છે,જિલ્લામાં એક્ટિવ કેસ પર નજર નાખીએ તો તેનો આંક 1208 છેશહેરના વેપારીઓની માંગ છે કે તેમને સવારે 6 થી બપોર 2 વાગ્યા સુધી વેપાર કરવાની પરમિશન આપવામાં આવે જેથી તમને આર્થિક મુશ્કેલી ઊભી થઈ છે તેમાં ક્યાંક રાહત મળે અત્યાર સુધી આ મામલે કલેકટર કચેરીમાંથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી

જેથી હાલમાં 19 જરૂરી વ્યવસાય જ કાર્યરત છે અને રાત્રી કર્ફ્યુ પણ યથાવત રહેવા પામ્યો છે.શહેરના નમો કોવિડ સેન્ટરમાં સાજા થઈ સાત દર્દી ઘરે પરત ફર્યાભાજપ સંગઠન અને શહેરના અન્ય દાતાઓના સહયોગથી શરૂ થયેલાં નમો કોવિડ સેન્ટર માંથી સાત જેટલા દર્દીઓએ કોરોનાને હરાવી સાજા થઇ ઘરે પરત ફરતાં સ્ટાફ એ સ્નેહભીની વિદાઈ આપી હતીશહેરમાં કોરોના નો કહેર યથાવત રહેતા અનેક દર્દીઓ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જેને પગલે દરેક હોસ્પિટલમાં દર્દીઓ નું ભારણ વધતા શહેરના ભાજપ સંગઠન સહિત અન્ય દાતાઓના સહયોગથી પારસી હોસ્પિટલ પાસે નમો કોવિડ કેરની શરૂઆત કરવામાં આવી હતી જેમાં અનેક દર્દીઓ સારવાર કરવી રહ્યા છે અને આ સેન્ટરમાં ઓક્સિજન થી લઈને વેન્ટિલેટર ની સુવિધા પણ ઉપલબ્ધ છે જેને લઇને કોરોના ની સારવાર કરાવતા દર્દીઓ ને નિઃશુલ્ક સેવા મેળવી રહ્યા છે,

જે પૈકી આજે કોરોના સામે જંગ જીતીને 7 દર્દીઓ હસતા મોઢે કોવિડ કેર માંથી વિદાઈ લીધી હતીહાલમાં મોંઘી ડાટ બનેલી હોસ્પિટલની સારવાર સામે કોવિડ કેર માધ્યમ વર્ગ માટે આશીર્વાદ રૂપ સાબિત થયા છે શહેરના ભામાશા ઓ ના પ્રયાસો અને સહયોગ થી ઉભુ કરાયેલું કોવિડ કેરમાં દૂર દૂર થી સારવાર માટે દર્દીઓ આવી રહ્યા છે અને સાંજા થઈને ઘરે પરત ફરતા દર્દીઓના પરિવાર જનો દાતા ઓનો આભાર માની રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...