નવસારી શહેરમાં રહેતા ફરિયાદી સાથે યુ.પીથી આવેલો સાળાનો 19 વર્ષીય પુત્ર પોતાના ઘરે રહીને કામ સિખી રહ્યો હતો. જે દરમિયાન યુવાનની આંખ ફરિયાદીની સગીર વયની દીકરી સાથે મળી હતી. આ દરમિયાન યુવાને તમામ હદ વટાવી સગીરા સાથે મરજી વિરુદ્ધ સંબંધો પણ બાંધ્યા હતા અને લગ્નની લાલચ આપી સગીરાને 7.5 મહિનાની ગર્ભવતી બનાવી હતી. આ સમગ્ર મામલે ફરિયાદીએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં સાળાના દીકરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનને આ મામલે તપાસ કરતા યુવાનની ધરપકડ કરવામાં આવી હતી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટ સમક્ષ આજે રજૂ કરવામાં આવ્યો છે.
આજના સમયમાં સંબંધોએ મર્યાદા અને હદ વટાવતા સગીર વયની દીકરીઓ સાથે કેટલાક યુવાનો શરીર સંબંધ બાંધવાથી બાઝ આવતા નથી. આવા પ્રકારના બનાવો વધ્યા છે. ત્યારે નવસારી શહેરમાં પણ સાળાના દીકરાને નોકરી અને રહેવા માટે ઘર આપતા તેણે જ ફરિયાદીની સગીર દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું હતું. જેથી ટાઉન પોલીસે તેની ધરપકડ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.