ફરિયાદ:નવસારીમાં સિવિલની સામે પાર્ક કરેલી તબીબની કારના કાચ તોડી બેગની ઉઠાંતરી

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્લીનીકમાં કામ અર્થે આવ્યા હતા ત્યારે ઘટના બનતા ફરિયાદ

નવસારીના જહાંગીર ટોકીઝ પાસે આવેલા ક્લિનિકમાં તબીબ બે કલાક કામ કરવા આવ્યા હતા. તે અરસામાં સિવિલ હોસ્પિટલ પાસે પાર્કિંગમાં મુકેલી કારનો કાચ તોડી અંદર મુકેલ બેગ ચોરી ગયા હતા. આ અંગે તબીબે ટાઉન પોલીસમાં અરજી આપી હતી.

નવસારીના છાપરા રોડ પર રહેતા ડો. ચેતન પટેલે ટાઉન પોલીસમાં અરજી આપતા જણાવ્યું કે તેઓ સિવિલ હોસ્પિટલની સામે ક્લિનિક ધરાવે છે. તેઓ ગણેશ વિસર્જનના દિવસે સવારે પોતાની કારમાં ક્લિનિક આવ્યા હતા. સિવીલ હોસ્પિટલની સામે કાર પાર્ક કરી હતી. તેઓ 12 વાગ્યે કામ પૂર્ણ કરી પરત આવ્યા ત્યારે જોયું તો તેમની કારનો પાછળનો કાચ તૂટીલી હાલતમાં જોયો હતો.

કારમાં તપાસ કરતા અંદર મુકેલી તેમની બેગ ગાયબ જણાઇ હતી. આ બાબતે ડો.ચેતન પટેલે ટાઉન પોલીસમાં આપેલી અરજીમાં જણાવ્યું કે તેમની બેગમાં સમાજ થકી સરકારમાં રજૂઆત કરેલા કાગળો હતા અને નોટબુક હતી. આ બાબતે ટાઉન પોલીસમાં અરજી આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...