શીતલહેર:નવસારીમાં 14 કિમીની ઝડપે પવન ફૂંકાયો

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત બીજા દિવસે પવનને કારણે શીતલહેર

દેશના ઉત્તરના રાજ્યોમાં હિમવર્ષાને પગલે નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતા પવનોને કારણે જિલ્લામાં શીતલહેર ઉભી થઇ હતી. મંગળવારે પવન 8 કિમીની ઝડપ બાદ બુધવારે 14 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેને લીધે લોકો દિવસ દરમિયાન પણ ગરમ વસ્ત્રો પહેરતા જોવા મળ્યા હતા.

નવસારી કૃષિ યુનિવર્સિટીના મોસમ વિભાગમાંથી મળતી માહિતી મુજબ બુધવારે લઘુત્તમ તાપમાન 14.1 ડિગ્રી નોંધાયું, જ્યારે મહત્તમ તાપમાન 27.2 ડિગ્રી નોંધાયું હતું. સવારે ભેજનું પ્રમાણ 70 ટકા અને બપોરે 29 ટકા રહ્યું હતું. દિવસ દરમિયાન પવન પ્રતિ કલાક 14 કિ.મી.ની ઝડપે ઉત્તરથી પૂર્વ દિશા તરફ ફૂંકાયો હતો.

પવનને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ દિવસ દરમિયાન ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. મંગળવારે પ્રતિ કલાકે 8 કિમીનો પવન ફૂંકાયા બાદ બુધવારે 14 કિમીની ઝડપે પવન ફૂંકાવા છતાં નવસારીમાં ઝાડ પડવાની કોઈ ઘટના નોંધાઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...