દિવાળીની અનોખી ઉજવણી:નવસારીમાં સેવા ફાઉન્ડેશનની ટીમે જરૂરિયાત મંદ વેપારી પાસેથી ફટાકડા ખરીદીને અંતરિયાળ વિસ્તારના બાળકોને વિતરણ કર્યા

નવસારીએક મહિનો પહેલા

નવસારી શહેરમાં સેવા ફાઉન્ડેશનની યુવા ટીમ દ્વારા એક સકારાત્મક અને દિશા સૂચક કરતી કામગીરી કરવામાં આવી છે. જેમાં એક દિવ્યાંગ ફટાકડાના વેપારી પાસેથી તમામ ફટાકડા ખરીદીને તે ફટાકડા અંતરિયાળ આદિવાસી વિસ્તારના બાળકોને વિતરણ કરી દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

આશરે 10 હજારથી વધુના ફટાકડાની ખરીદી કરી
લુંસીકુઇ વિસ્તારમાં ફટાકડાનો વેપાર કરતાં દિવ્યાંગ વેપારી કિશોરભાઈની આંખ સાંજના સમયે ગ્રાહકોને શોધતી હતી. છેલ્લા અઠવાડિયાથી ફટાકડાનો વેપાર કરતા આ વેપારી પાસે ભગવાન બનીને આવેલા સેવાભાવી યુવાઓના સંગઠને આશરે 10,000 થી વધુના ફટાકડાઓ ખરીદી લીધા હતા. જેથી આ વેપારીની દિવાળી સુધરી હોવાનો એકરાર તેમણે કર્યો હતો. શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી જરૂરીયાત મંદ વેપારી પાસેથી તમામ ફટાકડાઓ ખરીદીને આ ફટાકડા અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં જઈને બાળકોને ફટાકડા મીઠાઈ આપી તેમની સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. નવસારીનું આ યુવા સંગઠને દિવાળીના તહેવારમાં સરાહનીય કામગીરી કરી છે.

અન્ય સમાચારો પણ છે...