તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવવધારો:નવસારીમાં 4 ફૂટની ગણેશ પ્રતિમાના ભાવ 15 થી 16 હજારએ પહોંચ્યા, ગણેશ મંડળોનું બજેટ વિખરાયું

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંગાળની માટી સહિત માલસામાનના ભાવો વધતા મૂર્તિના ભાવ પણ વધ્યા

ગણેશોત્સવને હવે થોડા દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગણેશ પ્રતિમાઓ વેચાશે કે કેમ એની ચિંતા મૂર્તિકારોને સતાવી રહી છે. જ્યારે માટીની ગણેશ પ્રતિમાની જેમ જ POP ની પ્રતિમાઓના ભાવ પણ વધુ હોવાથી કોરોના કાળમાં ગણેશ મંડળોના બજેટ પર પણ અસર જોવા મળી છે. કોરોના કાળમાં દોઢ વર્ષ બાદ ગણેશોત્સવ ઉજવવા માટે નવસારીવાસીઓ થનગની રહ્યા છે. જેમાં સરકારે આ વર્ષે ફક્ત 4 ફૂટની ગણેશ પ્રતિમાના સ્થાપનની મંજૂરી આપતા મોડે મોડે ગણેશ મંડળો દ્વારા માટીની ગણેશ પ્રતિમાઓ બનાવવા મૂર્તિકારો પાસે પહોંચી રહ્યા છે, પરંતુ સમય ઓછો હોવાથી માટીની પ્રતિમા બનાવવું મૂર્તિકારો માટે ચેલેન્જરૂપ બન્યુ છે,

સાથે જ બંગાળની માટી સહિત માલસામાનના ભાવો વધતા મૂર્તિના ભાવ પણ વધ્યા છે. 4 ફૂટની ગણેશ પ્રતિમા અગાઉ 7 થી 8 હજારમાં મળતી હતી, એજ પ્રતિમા આજે 15 થી 16 હજાર કે ડિઝાઇન અલગ હોય તો એનાથી પણ મોંઘી બને છે. કલકત્તાથી માટી લાવવાનો ખર્ચ અને કારીગરોનો પગાર સાથે જ જગ્યાનું ભાડુ પણ મોંઘુ પડતા મૂર્તિના ભાવો વધ્યા હોવાનું મૂર્તિકારો વેદના ઠાલવી રહ્યા છે.

બીજી તરફ POP ની પ્રતિમા લાવી કે બનાવીને વેચતા મૂર્તિકરોની સ્થિતિ પણ કફોડી બની છે. કોરોનાને કારણે વધેલી મોંઘવારીએ મૂર્તિકારોને દેવામાં ડુબાડી દીધા છે. પોતાના ઘરેણાં ગીરવે મૂકીને પણ મૂર્તિકારોએ ગણેશ પ્રતિમા લાવી ધંધો કરી રહ્યા છે પરંતુ ગ્રાહકો ઓછા ભાવે મૂર્તિ માંગે છે અને ઝઘડો પણ કરે છે, ત્યારે ગણેશ પ્રતિમા વેચાશે કે કેમ એની ચિંતા મૂર્તિકારોને સતાવી રહી છે.

ગણેશોત્સવને હવે થોડા દિવસો બાકી છે, ત્યારે ગણેશ મંડળો પણ બાપ્પાને આવકારવાની તૈયારીમાં મંડી પડ્યા છે. પરંતુ મુખ્યત્વે ગણેશ પ્રતિમા સાથે જ ડેકોરેશનનો સામાનના ભાવોને કારણે મંડળોના બજેટ પણ ખોરવાયા છે. જ્યારે ઓછા સમયને કારણે મૂર્તિકારો ગણેશ પ્રતિમાઓ બનાવવામાં અસમર્થતા દર્શાવે છે, ત્યારે મંડળો POP ની ગણેશ પ્રતિમા લેવાની તૈયારી કરી રહ્યા છે. જોકે POP પ્રતિમા પણ મોંઘી હોવાથી મંડળો બજેટ મેનેજ કરવાના પ્રયાસોમાં છે. જ્યારે ગણેશ વિસર્જન માટે પાલિકાએ કૃત્રિમ તળાવ બનાવવાની તૈયારી કરી નથી, જેથી વિસર્જનને લઈને પણ ગણેશ મંડળોમાં ચિંતા જોવાઇ રહી છે. કોરોનાના કેસ ઘટ્યા અને તહેવારો શરૂ થયા છે.

પરંતુ તહેવારો પર કોરોનાનો ઓછાયો જોવાઇ રહ્યો છે. જેને કારણે ગણેશોત્સવમાં મૂર્તિકારો મૂર્તિ કેવી રીતે વેચાશે એની, તો ગણેશ મંડળો ગણેશ પ્રતિમાની ખરીદીના બજેટને લઈને દ્વિધામાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...