કોરોના અપડેટ:નવસારીમાં આજે નવા 71 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 249 પર પહોંચ્યો, 18 વર્ષથી નીચેની વયના 21 વિદ્યાર્થીઓ પોઝિટિવ

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેસ વધતા અનેક વિસ્તારમાં ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરાયા
  • ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ કોરોનામાં સપડાયા

નવસારી જિલ્લામાં શનિવારે કોરોનાના ફરીવાર 71 કેસ નોંધાયા છે. નવસારી જિલ્લામાં કોરોના કાબુમાં આવે તે માટે તંત્ર એ રાઉન્ડ ધ ક્લોક કામગીરી આરંભી છે.

નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. જેને લઇને શહેરીજનો માટે ચિંતાના સમાચાર કહી શકાય. જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રભારી સચિવ કે.કે. નિરાલા એ ગઈકાલે જિલ્લાની મુલાકાત લીધી હતી જેમાં આરોગ્ય અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સાથે સૌ પ્રથમ સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કન્ટેન્મેન્ટ ઝોન તથા સિવિલની મુલાકાત પણ કરવામાં આવી હતી.

સરકારી મેળાવડા અને બેફિકરાઈ આ કેસ વધવા પાછળ મુખ્ય કારણભૂત હોવાનું સામે આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ નવસારી જિલ્લામાં કોરોના કેસને વધારવામાં બળ પૂરું પાડ્યું છે. ત્યારે આજે આવેલા 71 કેસની સામે રાહતરૂપ 19 કેસ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.જિલ્લામાં એક્ટિવ કેસની વાત કરીએ તો તે 249 થયો છે અને કુલ પોઝિટિવ કેસનો આંક 7668 પર પહોંચ્યો છે.

એક્ટિવ કેસ 249, માત્ર 5% હોસ્પિટલમાં
વધુ 71 કેસની સામે કોરોનાની સારવાર લેતા 19 દર્દી રિકવર પણ થયા હતા, જેની સાથે કુલ રિકવર સંખ્યા 7221 થઈ હતી. એક્ટિવ કેસનની સંખ્યા 200થી વધીને 250 નજીક 249 થઈ ગઈ હતી. જોકે રાહતની વાત એ છે કે એક્ટિવ દર્દીઓમાં માત્ર 11 દર્દી જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. 95 ટકા દર્દીઓની સ્થિતિ બિલકુલ નોર્મલ હોય હોમ આઈસોલેશનમાં જ સારવાર લઈ રહ્યાં છે.

28 ડિસે. પછી નવસારી શહેરમાં કેસ વધ્યાં
ડિસેમ્બર મહિનામાં જિલ્લામાં કેસોમાં વધારો તો થયો હતો પરંતુ વધુ કેસો ગણદેવી અને ચીખલી તાલુકામાંથી જ બહાર આવી રહ્યાં હતા. 28મી ડિસેમ્બર સુધી તો નવસારી શહેર-તાલુકામાં લગભગ નહિવત યા ખુબ જ ઓછા કેસો નોંધાયા હતા. જોકે 28 ડિસેમ્બર બાદ અચાનક જ કેસોમાં અહીં વધારો થયો હતો અને શનિવારે તો એક જ દિવસે આંક 48 ઉપર પહોંચ્યો હતો.

હવે ઠેરઠેર કરવામાં આવી રહ્યો છે કોવિડ ટેસ્ટ
છેલ્લા કેટલાક દિવસોમાં કેસો વધવાની સાથે આરોગ્ય વિભાગે કોવિડ ટેસ્ટ પણ વધાર્યા છે. આરોગ્ય કેન્દ્રો ઉપરાંત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ચાર રસ્તા વિસ્તારોમાં તો કરાય છે. ધન્વન્તરી રથો પણ ફરી રહ્યાં છે અને કોવિડ ટેસ્ટ કરાઈ રહ્યાં છે.

શનિવારથી જ ધોરણ-9 સુધીના વર્ગો બંધ, મોડી માહિતી મળતા કેટલાક સ્કૂલે પહોંચ્યા
શુક્રવારે મોડેથી સરકારે કોવિડ ગાઈડલાઈન જાહેર કરી હતી, જેમાં ધોરણ-9 સુધીના વર્ગો શનિવારથી જ બંધ કરવાનો આદેશ કર્યો હતો. આ આદેશ નવસારીમાં મોડેથી રાત્રે મળ્યો હતો. જોકે તેનું અમલીકરણ 8મીને શનિવારથી જ કરાયું હતું અને શિક્ષણ કાર્ય ‘ઓફલાઈન’ કરવામાં આવ્યું ન હતું.

જોકે કેટલાક વિદ્યાર્થીઓને સૂચના ન મળતા શાળાએ ગયા હતા પરંતુ તેમને વર્ગો બંધ હોવાનું જણાવી પરત મોકલાયા હોવાની જાણકારી મળી હતી. અહીં ઉલ્લેખનીય છે કે, ધોરણ 1 થી 9માં મોટેભાગના વિદ્યાર્થીઓ 15 વર્ષથી નીચેની વયના છે અને તેમને હજુ સુધી કોવિડ વેક્સિન આપવામાં આવી નથી. જેથી તેમણે તકેદારી રાખવી વધુ જરૂરી છે. હાલના દિવસોમાં નવસારી જિલ્લામાં વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. જેમાં ધોરણ 9 સુધીના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...