• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • In Navsari, The Newly Born Baby Girl Was Left Near The Temple, The Mother Disappeared, The Locals Took Her To The Hospital After Hearing The Sound Of Crying

માનવતાને લજવતો કિસ્સો:નવસારીમાં તાજી જન્મેલી બાળકીને મંદિર પાસે મુકીને માતા ગાયબ, રડવાનો અવાજ આવતા સ્થાનિકો હોસ્પિટલમાં લઈ ગયા

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી શહેરમાં ફરીવાર માતૃત્વ લજવાયું હોય તે પ્રકારની નિંદનીય ઘટના સામે આવી છે. જેમાં કસબા ગામના મંદિરમાં આશરે 2 દિવસની નવજાત બાળકીને જનેતા ત્યજી દીધી હતી. ગામના એક વ્યક્તિએ બાળકીને જોતા તાત્કાલિક 108ને જાણ કરીને સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં NICUમાં બાળકીની સારવાર કરવામાં આવી રહી છે.

નવસારી શહેરને અડીને આવેલા ગામના મંદિર પાસે વહેલી સવારે બાળકીના રડવાનો અવાજ આવતા ગામના આગેવાન દ્વારા તેને જોઈને તાત્કાલિક 108 બોલાવી બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તાત્કાલિક બાળકીને જરૂરી સારવાર આપી હતી. બાળકીને જનેતાએ ત્યજી દીધી હોવાનું જોવા મળી રહ્યું છે. નવસારી જિલ્લા વહીવટી તંત્ર સહિત બાળ સુરક્ષા એકમ દ્વારા સિવિલ હોસ્પિટલ સહિત કેટલાક વિસ્તારોમાં ઘોડિયા ઘર બનાવીને ત્યજી દેવાયેલા બાળકોને રાખવામાં આવે છે.

આ પ્રકારની અનેક ઘટનાઓ રાજ્યમાં અવારનવાર સામે આવે છે ત્યારે નવસારીમાં એક જનેતાએ બાળકીને ત્યજી દીધી હતી. જેથી જન્મતાના થોડા સમય બાદ જ બાળકી લાવારીસ બની હતી. હાલ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ સ્વજન બનીને તેની સારવાર કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...